
અક્ષય કુમારે કરેલા PM મોદીના ઈન્ટરવ્યુમાં પોલિસી વિશે પ્રશ્ન કેમ ના પુછ્યા તેનો અક્ષયે હવે ખુલાસો કર્યો
હિન્દી સિનેમા જગતનો સૌથી પાવરફુલ એક્ટર અક્ષય કુમાર તેના બેબાક અંદાજ માટે જાણીતો છે.

Akshay Kumar Narendra Modi Interview: હિન્દી સિનેમા જગતનો સૌથી પાવરફુલ એક્ટર અક્ષય કુમાર તેના બેબાક અંદાજ માટે જાણીતો છે. પોતાની આગામી ફિલ્મ પૃથ્વીરાજના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારે પત્રકારોના સવાલોના દિલ ખોલીને જવાબ આપ્યા છે. આ દરમિયાન અક્કીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવામાં આવેલા ઈન્ટરવ્યુ વિશે પૂછવામાં આવ્યું, જેના પર અક્ષયે ખુલીને વાત કરી. એટલું જ નહીં, અક્ષય કુમારે પીએમ મોદી વિશે પણ ઘણી ચર્ચા કરી હતી.
યોજનાઓ વિશે પૂછવાનું મારું કામ નથીઃ
ન્યૂઝ એજન્સી એનએઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં અક્ષય કુમારને પીએમ મોદી સાથેના ઈન્ટરવ્યુ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે, હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે મને દેશના વડાપ્રધાનનો ઈન્ટરવ્યુ લેવાની તક મળી. તે મારા માટે ખૂબ જ ગર્વની વાત હતી. મેં તેમની સાથે સામાન્ય માણસની જેમ સવાલ-જવાબ કર્યા હતા. જે રીતે દેશનો દરેક વ્યક્તિ PM મોદીને પૂછવા માંગે છે કે, તમે તમારા હાથમાં ઘડિયાળ ઊંધી કેમ પહેરો છો અને એવા બીજા ઘણા પ્રશ્નો. પરંતુ પોલિસી (યોજનાઓ) વિશે વાત કરતાં અક્કીએ સ્પષ્ટતા કરી હતી કે, પોલિસી વિશે પૂછવાનું મારું કામ નથી. તમે શું કર્યું અને શું ન કર્યું તે માટે હું પ્રધાનમંત્રીને સવાલ ના કરી શકું. એવા પ્રશ્નો પુછવા બીજાનું કામ છે, જેમણે આ મુદ્દા પર સવાલ કરવો જોઈએ.
પીએમના ઈન્ટરવ્યુ દરમિયાન નર્વસ હતોઃ
24 એપ્રિલ 2019ના રોજ, અક્ષય કુમારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક ઈન્ટરવ્યુ કર્યો હતો. પીએમ મોદી સાથે અક્કીની આ મુલાકાત પણ ખૂબ ચર્ચાનો વિષય બની હતી. આ ઈન્ટરવ્યુ વિશે અક્કીએ કહ્યું છે કે, પીએમના ઈન્ટરવ્યુ દરમિયાન તે ખૂબ જ નર્વસ હતો.
#WATCH | As a common man, I just wanted to ask him (PM Narendra Modi) very simple, straight questions. It is not my work to ask about the policies, what he is doing and what not... I was honoured to sit with him and talk to him: Actor Akshay Kumar on his interview with PM Modi pic.twitter.com/QiOkCFG2hO
— ANI (@ANI) June 1, 2022
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

