શોધખોળ કરો
Advertisement
પોતાની બહેનના ફેક ન્યૂઝ વાયરલ થતાં ભડક્યો અક્ષય કુમાર, હવે કરશે કાયદેસરની કાર્યવાહી
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમારે પોતાની બહેન અે તેના બે બાળકો માટ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ હતુ, અક્ષયે આવા સમાચારોને ફગાવી દીધા અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે
મુંબઇઃ આજકાલ સોશ્યલ મીડિયા પર કેટલાય પ્રકારના ફેક ન્યૂઝ વાયરલ થાય છે. જેમાં લાખો લોકો આંખો બંધ કરીને વિશ્વાસ પણ કરી લેતા હોય છે. લૉકડાઉનામાં આવા કેટલાય સમાચાર સામે આવ્યા અને તપાસ કરતા ખબર પડી કે આતો ફેક ન્યૂઝ છે. હવે આવી જ ઘટના ખેલાડી અક્ષય કુમારની સાથે ઘટી છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અક્ષય કુમારે પોતાની બહેન અે તેના બે બાળકો માટ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ હતુ, અક્ષયે આવા સમાચારોને ફગાવી દીધા અને ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી છે.
અક્ષય કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, આ સમાચાર શરૂઆતથી લઇને અંત સુધી ખોટા છે. આમાં દાવો કરવામાં આ્યો હતો કે મે મારી બહેન અને તેના બે બાળકો માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ હતુ. તેમને લૉકડાઉનમાં ક્યાંય પણ મુસાફરી નથી કરી, અને તેનુ એક જ બાળક છે. લીગલ એક્શન પર વિચાર કરી રહ્યો છુ. ખોટા સમાચારો ફેલાવવાની હદ થઇ ગઇ છે, મનગડંત રિપોર્ટ.....
આ હતી અફવા.....
રિપોર્ટ હતા કે લૉકડાઉનના ચોથા તબક્કામાં ફ્લાઇટ્સ શરૂ થયા બાદ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયા અને બાળકોને મુંબઇથી દિલ્હી મોકલવા માટે ચાર્ટર્ડ વિમાન બુક કરી લીધુ. અક્ષયે બહેન અને બાળકોને સુરક્ષિત દિલ્હી મોકલવા માટે આ પગલુ ભર્યુ હતુ. રિપોર્ટમાં કહેવાયુ હતુ કે મુંબઇથી દિલ્હી જનારી એક ફ્લાઇટ્સ એવી રહી, જેમાં સૌથી ઓછા લોકોએ ટ્રાવેલ કર્યુ. આ ફ્લાઇટમાં જે લોકોએ મુસાફરી કરી તેમાં અક્ષય કુમારની બહેન અલકા અને તેના બાળકોનુ નામ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement