શોધખોળ કરો
Advertisement
33 વર્ષ બાદ 'મિસ્ટર ઇન્ડિયા'ની વાપસી, કોણ બનાવશે ફિલ્મ ને કોણ હશે હીરો-હીરોઇન?, જાણો વિગતે
1987માં આવેલી અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' સુપરહિટ રહી હતી. જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઇ શકી કે આ 'મિસ્ટર ઇન્ડિયા 2' 'મિસ્ટર ઇન્ડિયા'ની સિક્વલ હશે કે રિમેક, પણ અલીએ આ ફિલ્મને એક મોટી જવાબદારી ગણાવી છે
મુંબઇઃ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર ફરી એકવાર મોટા પડદા પર દર્શકો માટે કંઇક ખાસ લઇને આવી રહ્યાં છે. રિપોર્ટ છે કે, 33 વર્ષ પહેલા આવેલી ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા'નો જાદુ ફરી એકવાર સિનેમામાં ચાલશે, કેમકે અલી અબ્બાસ ઝફરે 'મિસ્ટર ઇન્ડિયા 2' ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી છે. તેમને આ ફિલ્મની સ્ક્રિપ્ટિંગ પણ શરૂ કરી દીધી છે.
1987માં આવેલી અનિલ કપૂર અને શ્રીદેવીની ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા' સુપરહિટ રહી હતી. જોકે, હજુ એ વાતની સ્પષ્ટતા નથી થઇ શકી કે આ 'મિસ્ટર ઇન્ડિયા 2' 'મિસ્ટર ઇન્ડિયા'ની સિક્વલ હશે કે રિમેક, પણ અલીએ આ ફિલ્મને એક મોટી જવાબદારી ગણાવી છે.
અલી અબ્બાસ ઝફરે ટ્વીટર પર ફિલ્મની જાહેરાત કરતાં લખ્યુ કે, "જી સ્ટૂડિયોઝની સાથે મિસ્ટર ઇન્ડિયામાં કામ કરવાને લઇને ખુબજ ઉત્સાહિત છું, એક આઇકૉનિક કેરેક્ટર, જે દરેકને પસંદ હોય તેને આગળ લઇ જવાની મોટી જવાબદારી છે. હાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું, કોઇપણ કેરેક્ટર ફિલ્મ માટે હજુ ફાઇનલ નથી કરવામાં આવ્યુ. જ્યારે સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ તૈયાર કરી લઇશુ ત્યારે કાસ્ટિંગની શરૂઆત કરીશું."
ઉલ્લેખનીય છે કે, મુખ્ય કેરેક્ટરને લઇને કેટલીક માહિતીઓ સામે આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અનિલ કપૂરની ભૂમિકા વાળા પાત્રમાં રણવીર સિંહ દેખાશે અને સુપરહીરો ફિલ્મમાં કેટરીના કૈફ જોવા મળશે. જોકે, ડાયરેક્ટરે હજુ આ અંગે કોઇ ખુલાસો નથી કર્યો.Excited to partner with @ZeeStudios_ for an epic trilogy #MrIndia! It is a huge responsibility to carry forward an iconic character loved by everyone. Currently, working on the script, no actor has been locked till now. Once we lock the first draft of the script, casting begins!
— ali abbas zafar (@aliabbaszafar) February 17, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement