શોધખોળ કરો
Advertisement
રણબીર કપૂર સાથે લગ્નની ચર્ચાઓ વચ્ચે આલિયા ભટ્ટે શું કહ્યું, હવે ક્યારે થશે બન્નેના લગ્ન? જાણો વિગતે
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી હવે આગામી ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીમાં દેખાશે, બહુ જલ્દી તે ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવાની છે
મુંબઇઃ બૉલીવુડના લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ સાથે દેખાઇ રહ્યાં છે. ફેન્સ બન્નેની જોડીને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ બધાને જોઇને દરેકના મનમાં સવાલ છે કે બન્ને લગ્નના બંધનમાં ક્યારે બંધાશે?.....જોકે, આ સવાલનો જવાબ ખુદ આલિયા ભટ્ટે આપી દીધો છે.
લગ્ન કરવા અંગે આલિયાએ આપ્યો મજેદાર જવાબ.....
મીડિયા દ્વારા જ્યારે લગ્ન અંગે પુછવામાં આવતા આલિયાએ ખુબ મજેદાર જવાબ આપ્યો, આલિયાએ કહ્યું- આજકાલ દરેક લોકો મને આ જ સવાલ કરી રહ્યાં છે. તેને કહ્યું હજુ તો હુ માત્ર 25 વર્ષની જ છું, અને આટલી જલ્દી લગ્ન કેવી રીતે કરી શકુ. જો કોઇને કોઇ સવાલ હોય તો મારા કામ વિશે કરે. લગ્ન જ્યારે થશે ત્યારે બતાવી દેવામાં આવશે.
(ફાઇલ તસવીર)
વળી, હવે આલિયાએ ખુદ જ સ્પષ્ટ કરી દીધુ છે કે આટલી જલ્દી તે લગ્ન નથી કરવાની, આ જવાબ સાંભળીને કદાચ તેના ફેન્સને આંચકો જરૂર લાગ્યો હશે. ઉલ્લેખનીય છે કે આલિયાના જવાબ પરથી દરેકને તેને લગ્ન અંગે જવાબ મળી ગયો હશે.
આલિયા ભટ્ટના વર્કફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી હવે આગામી ફિલ્મ ગંગૂબાઇ કાઠિયાવાડીમાં દેખાશે, બહુ જલ્દી તે ફિલ્મનુ શૂટિંગ શરૂ કરવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement