Alia Bhatt Ranbir kapoor Love Story: 11 વર્ષની ઉંમરે પ્રથમ વખત રણબીર કપૂરને મળી હતી આલિયા
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના પાવરફુલ કપલ્સમાંથી એક છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બોલિવૂડના પાવરફુલ કપલ્સમાંથી એક છે. બંને ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આલિયા અને રણબીરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આલિયા અને રણબીરના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આલિયા અને રણબીરની પહેલી મુલાકાત ઘણી ખાસ હતી. આલિયા પહેલી જ મુલાકાતમાં રણબીરને દિલ આપી દિધુ હતું. આજે અમે તમને આલિયા અને રણબીરની લવ સ્ટોરી વિશે જણાવીએ જે બહુ ઓછા લોકો જાણે છે.
આ રીતે મળ્યા
આલિયા ભટ્ટ પહેલીવાર રણબીર કપૂરને 11 વર્ષની ઉંમરે મળી હતી. તે સમયે આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ બ્લેક માટે ઓડિશન આપવા ગઈ હતી. જેને રણબીર આસિસ્ટ કરી રહ્યો હતો. આલિયાએ કહ્યું હતું કે જ્યારે મેં રણબીરને પહેલીવાર સ્ક્રીન પર જોયો હતો, તે જ દિવસે મેં નક્કી કરી લીધું હતું કે હું તેની સાથે લગ્ન કરીશ. તે સમયે હું એક સ્વિટ લિટલ ગર્લ હતી.
રણબીરને કરતી હતી પ્રેમ
આલિયા ભટ્ટે તેના ઈન્ટરવ્યુમાં ઘણીવાર રણબીર કપૂરને તેનો ક્રશ ગણાવ્યો છે. આલિયાએ કહ્યું હતું કે મે હંમેશા રણબીર કપૂરને પ્રેમ કર્યો છે. બરફી પછી હું તેને વધુ પ્રેમ કરવા લાગી. તે મારો સૌથી મોટો ક્રશ છે અને હંમેશા રહેશે.
બ્રહ્માસ્ત્રના સેટ પર પ્રેમ થયો હતો
નસીબ આ બંનેને સાથે લાવ્યા હતા. અયાન મુખર્જી તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્ર માટે બંનેને સાથે લાવ્યા હતા. આલિયા અને રણબીર બ્રહ્માસ્ત્રના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યા હતા.
સોનમ કપૂરના રિસેપ્શનમાં સાથે આવ્યા હતા
રણબીર અને આલિયાના અફેરના સમાચાર હેડલાઈન્સનો ભાગ બની ગયા હતા. આલિયા અને રણબીર બંનેએ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્યા કે નકાર્યા નથી. અચાનક, આલિયા અને રણબીરે સોનમ કપૂર અને આનંદ આહુજાના રિસેપ્શનમાં એકસાથે તેમના જાહેર દેખાવથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. તેના થોડા સમય બાદ બંને ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ થઈ રહી છે. રણબીર કપૂરના ઘરે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેના ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર 13 એપ્રિલથી 17 એપ્રિલની વચ્ચે લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.