Alia Bhatt Pregnant: પ્રેગ્નેંસીમાં પણ આલિયા અત્યારે લંડનમાં હોલીવુડની ફિલ્મનું શૂટિંગ કરી રહી છે, જાણો ક્યારે ઘરે આવશે
બૉલિવૂડ એક્સટ્રેસ આલિયા ભટ્ટ માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે.
Alia Bhatt Pregnant: બૉલિવૂડ એક્સટ્રેસ આલિયા ભટ્ટ માતા બનવાની છે. તેણે સોશિયલ મીડિયા પર શેર કરીને ફેંસને ખુશખબરી આપી છે. આલિયા અને રણબીર કે પેરન્ટ્સ બને વિશે જાણતા ફેંસ ચોંકી ગયા છે. આલિયાએ રણબીર સાથે હોસ્પિટલની એક તસવીર શેર કરી છે. તેણે ફોટો શેર કરીને લખ્યું, અમારું બાળક, ટૂંક સમયમાં આવી રહ્યું છે...
આલિયા ભટ્ટે આજે પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને આ ખુશ ખબર આપી હતી. આલિયાએ આ સાથે રણબીર કપૂર સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. આલિયા હોસ્પિટલના બેડ ઉપર ઉંઘેલી દેખાય છે અને રણબીર કપૂર તેની સામે બેઠેલો દેખાય છે. બંને સામે અલ્ટ્રાસાઉન્ડ જોઈને ખુશ થઈ રહ્યા છે. આલિયાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ હતી. ફેન્સને લઈને તમામ સેલિબ્રિટીઓ આલિયા-રણબીરને અભિનંદન આપી રહ્યા છે.
આલિયા હાલ મુંબઈમાં નથી પણ હોલિવુડની ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ કરવા માટે લંડનમાં છે. આલિયા ઘણા દિવસોથી લંડનમાં જ છે. આલિયાએ પોતાના ઈંસ્ટાગ્રામ પર લંડનની કેટલીક તસવીરો પણ શેર કરી હતી. મળતા અહેવાલ મુજબ આલિયા હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ જલ્દી જ પુરું કરીને જુલાઈમાં મુંબઈ પરત ફરશે. સમાચાર તો એવા પણ મળી રહ્યા છે કે, રણબીર ખુદ આલિયાને લેવા માટે લંડન જશે. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ, મુંબઈ આવીને આલિયા થોડા દિવસ માટે આરામ કરશે. આલિયાએ પોતાની પ્રેગ્નેંસી એવી રીતે પ્લાન કરી છે કે તેની ફિલ્મોની કમિટમેન્ટ વચ્ચે ના આવે.
View this post on Instagram