શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા રિયા ચક્રવર્તીના સપોર્ટમાં ઉતરી, ઇન્સ્ટા પર શેર કર્યો ખાસ મેસેજ
રિયાના સપોર્ટમાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદા આવી છે, આ પહેલા તાપસી પન્ની, વિદ્યા બાલન, સોનમ કપૂર, અનુરાગ કશ્યપ, દિયા મર્જા, કરીના કપૂર ખાન અને ફરહાન અખ્તર ખુલ્લો સપોર્ટ કરી ચૂક્યા છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીને સુશાંત મામલે જોડાયેલે ડ્રેગ્સ કેસમાં એનસીબીએ ધરપકડ કરીને જેલ ભેગી કરી દીધી છે. રિયાની ધરપકડ બાદ બૉલીવુડનુ એક જૂથ તેના સપોર્ટમાં ઉતરી ગયુ છે, જેમાં બિગ-બીની દીકરી શ્વેતા પણ સામેલ છે. શ્વેતાએ રિયા ચક્રવર્તીનો ખુલ્લો સપોર્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ કેસમાં પકડાયેલી રિયા 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે.
રિયાના સપોર્ટમાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદા આવી છે, આ પહેલા તાપસી પન્ની, વિદ્યા બાલન, સોનમ કપૂર, અનુરાગ કશ્યપ, દિયા મર્જા, કરીના કપૂર ખાન અને ફરહાન અખ્તર ખુલ્લો સપોર્ટ કરી ચૂક્યા છે.
રિયા મંગળવારે કાળા રંગની ટી-શર્ટ પહેરેની એનસીબી ઓફિસ પહોંચી હતી. તેના પર વ્હાઇટ અક્ષરોમાં લખેલુ હતુ, 'ગુલાબ લાલ હોય છે, વાયૉલેટ વાદળી હોય છે, આવો પિતૃસત્તાને ધ્વસ્ત કરીએ, હું અને તમે...' રિયાની ટીશર્ટ પર લખેલા આ શબ્દો ઘણુબધુ કહી જાય છે. શ્વેતા બચ્ચને આ પૉસ્ટને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને રિયાનુ સમર્થન કર્યુ છે. શ્વેતાની આ પૉસ્ટને કેટલાક લોકો સપોર્ટ કરી રહ્યાં છે, તો કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યાં છે.
રિયાની ટી-શર્ટ પર લખેલો આ મેસેજ ઝડપથી વાયરલ થયો હતો, ફિલ્મ જગતની કેટલીક જાણીતી હસ્તીઓએ આને ઇન્સ્ટા પર શેર કર્યો હતો, કેટલાક લોકો #justiceforrhea અને #SmashPatriarchy હેશટેગ પણ ચલાવવા લાગ્યા હતા.
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્સ કનેક્શનને લઇને તપાસ કરી રહેલી એનસીબીએ મંગળવારે બપોરે 3:45 કલાકે અભિનેત્રી રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.
રિયાની ધરપકડ બાદ તેના વકીલ સતીશ માનેશિંદેએ કહ્યું કે, "તે ડ્રગ એડિક્ટને પ્રેમ કરવાની સજા ભોગવી રહી છે. જે અનેક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યથી પીડિત હતો અને ગેરકાયદેસર દવાના સેવનના કારણે આત્મહત્યા કરી હતી. ત્રણ કેન્દ્રીય એજન્સીઓ એક મહિલા પાછળ હાથ ધોઈને પડી હતી."
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement