અમિતાભ બચ્ચને દિકરી શ્વેતાને ભેટમાં આપ્યો પોતાનો કિંમતી બંગલો 'પ્રતિક્ષા', કરોડામાં છે કિંમત
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા પોતાના દમદાર અભિનયથી પોતાની ક્ષમતા સાબિત કરી છે.
Amitabh Bachchan Gifted Pratiksha To Shweta Bachchan: સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હંમેશા પોતાના દમદાર અભિનયથી પોતાની ક્ષમતા સાબિત કરી છે. બોલિવૂડના શહેનશાહે તેની અત્યાર સુધીની કારકિર્દીમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે અને દર્શકોના દિલમાં જગ્યા બનાવી છે અને આ સિલસિલો આજ સુધી ચાલુ છે. અમિતાભ બચ્ચન માત્ર એક શાનદાર અભિનેતા જ નથી પરંતુ તેઓ એક સારા ફેમિલિ મેન પણ છે. બિગ બી તેમના બાળકો અભિષેક બચ્ચન અને શ્વેતા બચ્ચનને ખૂબ પ્રેમ કરે છે. અમિતાભે હવે તેમની વહાલી દીકરી શ્વેતા બચ્ચનને ખૂબ જ કિંમતી ભેટ આપી છે.
અમિતાભ બચ્ચને દીકરી શ્વેતાને પોતાનો બંગલો ગિફ્ટ કર્યો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની પત્ની જયા બચ્ચનની સહમતિ બાદ અમિતાભ બચ્ચને 8 નવેમ્બર 2023ના રોજ તેમની પુત્રી શ્વેતા બચ્ચનને વિઠ્ઠલ નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં બનેલો પોતાનો જુહુનો બંગલો 'પ્રતીક્ષા' ગિફ્ટમાં આપ્યો હતો. તમને જણાવી દઈએ કે પ્રતિક્ષા બંગલો 2 જમીન પર બનેલો છે. તેમાંથી એક 9 હજાર 585 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેની માલિકી સંયુક્ત રીતે જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનની છે. 7 હજાર 255 સ્ક્વેર ફૂટના પ્લોટના માલિકી હક્ક એકલા અમિતાભ પાસે છે.
અમિતાભ-જયાએ શ્વેતા બચ્ચનને આપેલા ઘરના ડીડ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે જેમાં 50.65 લાખ રૂપિયા રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી ફી ચૂકવવામાં આવી હતી.બંગલાની બજાર કિંમતની વાત કરીએ તો તેની કિંમત 50.63 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જોકે આ કિંમત કન્ફર્મ નથી. બચ્ચન પરિવારે હજુ સુધી આ અંગે સત્તાવાર રીતે કંઈપણ જાહેર કર્યું નથી.
અમિતાભ મુંબઈમાં ત્રણ બંગલાના માલિક છે
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના મુંબઈમાં ત્રણ બંગલા છે, પ્રતિક્ષા, જલસા અને જનક. અમિતાભ બચ્ચન જલસામાં રહે છે. અમિતાભ બચ્ચન રવિવારે પણ આ બંગલાની બહાર પોતાના ફેન્સને મળે છે. તે પોતાના બંગલામાં પરિવાર સાથે તમામ તહેવારો પણ ઉજવે છે.
અમિતાભ બચ્ચન વર્ક ફ્રન્ટ
અમિતાભ બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, બિગ બી તાજેતરમાં જ ટાઇગર શ્રોફ-કૃતિ સેનન અભિનીત ફિલ્મ ગણપતમાં જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી છે. આ પહેલા અમિતાભ બચ્ચને પુત્ર અભિષેક બચ્ચનની ફિલ્મ 'ઘૂમર'માં કેમિયો કર્યો હતો. બિગ બી ટૂંક સમયમાં 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ, પ્રભાસ અને દિશા પટણી પણ મજબૂત ભૂમિકામાં જોવા મળશે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થાય તેવી શક્યતા છે.