Animal Box Office Collection Day 2: બોક્સ ઓફીસ પર એનિમલ'ની સુનામી, રિલીઝના બીજા દિવસે જ 100 કરોડનો આંક પાર
Animal Box Office Collection Day 2: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નો ક્રેઝ લોકોમાં સતત વધી રહ્યો છે. ફિલ્મ જોવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
Animal Box Office Collection Day 2: રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નો ક્રેઝ લોકોમાં સતત વધી રહ્યો છે. ફિલ્મ જોવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને થિયેટરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 'એનિમલ'ને તેની રિલીઝના પહેલા જ દિવસે દેશ અને સમગ્ર વિશ્વમાં બમ્પર ઓપનિંગ મળી હતી અને તેણે ઘણી ફિલ્મોને માત આપી હતી. હવે ફિલ્મ બીજા દિવસે એટલે કે શનિવારે પણ રેકોર્ડ બ્રેક કલેક્શન કરશે તેવી આશા છે. ચાલો જાણીએ બીજા દિવસે એનિમે અત્યાર સુધીમાં કેટલી કમાણી કરી?
બીજા દિવસે 'એનિમલ' એ કેટલું કલેક્શન કર્યું?
'એનિમલ'ને 'A' રેટિંગ મળ્યું છે અને તેનો રનટાઈમ 3 કલાકથી વધુનો છે, તેમ છતાં ફિલ્મને જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે અને બોક્સ ઓફિસ પર તે ઘમાલ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 63.8 કરોડ રૂપિયાની કમાણી સાથે શાનદાર ઓપનિંગ કરી હતી. 'એનિમલ'નું વિશ્વભરમાં પ્રથમ દિવસનું કલેક્શન 116 કરોડ રૂપિયા છે અને તેણે નોન-હોલિડે પર સૌથી વધુ કમાણીનો રેકોર્ડ પણ બનાવ્યો છે. હવે 'એનિમલ'ની રિલીઝના બીજા દિવસની એટલે કે શનિવારની કમાણીના પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે.
*Animal Day 2 Evening Occupancy: 73.32% (Hindi) (2D) #Animal https://t.co/FsCCK7dYGj*
— Sacnilk Entertainment (@SacnilkEntmt) December 2, 2023
- સેકનિલ્કના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'એનિમલ'એ અત્યાર સુધીમાં 18.96 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
- આ સાથે 'એનિમલ'નું કુલ કલેક્શન હવે 82.76 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
- જોકે આ પ્રાથમિક આંકડા છે, રાત સુધીમાં ફિલ્મમાં વધુ કરોડો રૂપિયા ઉમેરાય તેવી પૂરી સંભાવના છે.
'એનિમલ' બીજા દિવસે 100 કરોડને પાર કરશે!
'એનિમલ'એ બપોર સુધીમાં 18 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે. આ પછીના તમામ શો પણ હાઉસફુલ છે. ફિલ્મનું કુલ કલેક્શન હાલમાં 82 કરોડથી વધુ છે. રાત્રી સુધીમાં સાચા આંકડા જાહેર થયા બાદ આશા છે કે 'એનિમલ' 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જશે. હવે જોવાનું એ રહે છે કે એનિમલના બીજા દિવસના કલેક્શનથી કઇ ફિલ્મોનો રેકોર્ડ તોડી નાખશે.હાલ તો બધાની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે. લોકોને રણબીરનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે. આ ઉપરાંત બોબી દેઓલે પણ દમદાર અભિનય કર્યો છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial