See Video: અંકિતા લોખંડેએ દોસ્ત સાથેની મસ્તીનો વીડિયો કર્યો શેર, લોકોએ કરી આવી કમેન્ટ
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ તેમની નજીકની મિત્ર અને કુંડલીની ભાગ્ય ફેમ શ્રદ્ધા આર્યા સાથેનો એખ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમણે આ પોસ્ટને શેર કરતા તેને પવિત્ર રિસ્તાનું નામ આપ્યું. તેમની આ પોસ્ટ પર હવે યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે.
ટીવીની લોકપ્રિય એક્ટ્રેસ અને પવિત્ર રિસ્તાની ફેમ અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે તેમના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જો કે તેમના એક્સ બોયફ્રેન્ડ સુશાંત સિંહ રાજપુતના મોત બાદ તે વારંવાર ટ્રોલ થતી રહે છે. હાલ તેમના એક ઇન્ટરવ્યુના કારણે તે ટ્રોલ થઇ હતી.
હવે અંકિતા લોખંડેને ફરી એકવાર વીડિયો માટે ટ્રોલ કરવામાં આવી રહી છે. આ વીડિયોને અંકિતાએ ખુદ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં તેમની નજીકની મિત્ર અને કુંડલી ભાગ્ચ ફેમ શ્રદ્ધા આર્યા સાથે મસ્તી કરતી અને એન્જોય કરતી જોવા મળે છે. અંકિતાએ વીડિયો શેર કરતા લખ્યું કે, ‘જ્યારે પવિત્ર રિશ્તા, કુંડલી ભાગ્ય સે મિલા’
બંનેની 16 વર્ષથી છે દોસ્તી
વીડિયોમાં અંકિતા શ્રદ્ધાને પૂછે છે કે, “તેરા કુંડલી ભાગ્ય હી થા ન ઓર કુમકુમ ભાગ્ય” ત્યારબાદ શ્રદ્ધા કહે છે કે, “કુમકુમ તો ભાગ ગયા” ત્યારબાદ અર્ચના હસીને કહે છે કે, “કુમકુમ ભાગ ગયા લેકિન તેરા મેરા પવિત્ર રિશ્તા હૈ” ત્યારબાદ અંકિતા શ્રદ્ધાને પૂછે છે કે, “ હમારી દોસ્તી કો કિતને સાલ હો ગયે, ત્યારે શ્રદ્ધા કહે છે કે, 16 વર્ષ”
તૂટી ગયો પવિત્ર સંબંધ
આ વીડિયો સાથે બંનેની તસવીર શેર કરી છે. અંકિતા શ્રદ્ધાની આ તસવીર પર એકતા કપૂર સહિત ઇન્ડસ્ટ્રીના અનેક મિત્રો કમેન્ટ કરી રહ્યાં છે. આ સાથે અંકિતાના ફેન્સ પણ આ બંનેની દોસ્તીને સલામ કરી રહ્યાં છે. તો બીજી તરફ સુશાંતના ફેન્સ અંકિતાને ટ્રોલ કરી રહ્યાં છે. તેમણે લખ્યું છે કે, “ પવિત્ર રિશ્તા તૂટ ગયા અબ કુંડલી ભાગ્ય કી બારી હૈ”
View this post on Instagram
ક્રિપ્ટિક પોસ્ટ દ્વારા ટ્રોલ્સ પર નિશાન
અંકિતા લોખંડે હાલ આપેલા એક ઇન્ટરવ્યુના કારણે પણ ટ્રોલ થઇ રહી છે. ક્રિપ્ટિક પોસ્ટ સુશાંત સિંહ રાજપૂત સાથે જોડાયેલું છે. અંકિતાએ લખ્યું કે, ‘ મેં મારૂં મોં ખોલ્યુ, હું કંઇક કહેવા ઇચ્છતી હતી.મારૂ આગળનું જીવન કંઇક અલગ હોત પરંતુ મેં આવું ન કર્યું.