નવા સંસદભવનના ઉદ્ઘાટન પહેલા Shahrukh Khanએ દમદાર અવાજમાં વીડિયો કર્યો શેર, PM Modiએ આપ્યો આ જવાબ
New Parliament: નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાને ભવનનો વીડિયો શેર કરીને પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે. કિંગ ખાને આ વીડિયોમાં પીએમની વાત માનીને પોતાનો અવાજ આપ્યો છે.
New Parliament: વડા પ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે અને તેને દેશને સમર્પિત કરશે. આજનો દિવસ ભારતના ઈતિહાસમાં નોંધાયેલો છે. દેશને નવું સંસદ ભવન મળવા જઈ રહ્યું છે, જે ઘણી રીતે ખાસ હશે. તાજેતરમાં પીએમ મોદીએ નવા સંસદ ભવનનો વીડિયો ક્લિપ શેર કર્યો હતો. જેના પર તેમણે દેશવાસીઓને વોઈસ ઓવર કરીને શેર કરવાની અપીલ કરી હતી. હવે આ વીડિયોને કિંગ ખાને પોતાના બેસ્ટ વોઈસ ઓવર સાથે શેર કર્યો છે. જેને રિટ્વીટ કરીને પીએમ મોદીએ પણ તેને ખૂબ સરસ ગણાવ્યું છે.
What a magnificent new home for the people who uphold our Constitution, represent every citizen of this great Nation and protect the diversity of her one People @narendramodi ji.
— Shah Rukh Khan (@iamsrk) May 27, 2023
A new Parliament building for a New India but with the age old dream of Glory for India. Jai Hind!… pic.twitter.com/FjXFZwYk2T
શાહરૂખ ખાને પોતાના અવાજમાં વીડિયો શેર કર્યો છે
શાહરૂખ ખાને ટ્વિટર પર નવા સંસદ ભવનનો વીડિયો શેર કર્યો છે. જેમાં કિંગ ખાને બેસ્ટ વોઈસ ઓવર કર્યો છે. આ વીડિયો શેર કરતાં કિંગ ખાને લખ્યું, "આપણા બંધારણને સમર્થન આપનારા, આ મહાન રાષ્ટ્રના દરેક નાગરિકનું પ્રતિનિધિત્વ કરનારા અને તેની વ્યક્તિઓની વિવિધતાનું રક્ષણ કરનારા લોકો માટે નવું સંસદ ભવન કેટલું અદ્ભુત છે. ભારત માટે નવું સંસદ ગૃહ... સાથે. ભારતના ગૌરવનું વર્ષો જૂનું સપનું... જય હિન્દ!"
Beautifully expressed!
— Narendra Modi (@narendramodi) May 27, 2023
The new Parliament building is a symbol of democratic strength and progress. It blends tradition with modernity. #MyParliamentMyPride https://t.co/Z1K1nyjA1X
કિંગ ખાને વોઈસ ઓવરમાં શું કહ્યું?
કિંગ ખાન આ વીડિયો માટે કરવામાં આવેલા પોતાના વોઈસ-ઓવરમાં કહી રહ્યો છે, 'આ નવું ઘર એટલું મોટું છે કે તેમાં દેશનું દરેક રાજ્ય, દરેક પ્રદેશ, દરેક ગામ-શહેર અને ખૂણા ખૂણાને જગ્યા મળી શકે.આ ઘર એટલું પહોળું હોય કે દેશની દરેક જાતિ-પ્રજાતિ દરેક ધર્મને પ્રેમ કરી શકે. તેની નજર એટલી તેજ હોય કે દેશના દરેક નાગરિકને દેખી શકે. તપાસી શકે અને તેમની સમસ્યાને ઓળખી શકે. જ્યાં સત્યમેવ જયતેનો નારો ફક્ત સ્લોગન નહી પરંતુ એક વિશ્વાસ હોય. જ્યાં અશોક ચક્રના હાથી- ઘોડા, સિંહ અને સ્તંભ માત્ર એક લોગો નથી પણ આપણો ઈતિહાસ છે.
પીએમ મોદીએ જવાબ આપ્યો
કિંગ ખાનના આ વીડિયોને રિટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું, 'સુંદર અભિવ્યક્તિ! નવું સંસદ ભવન લોકશાહી શક્તિ અને પ્રગતિનું પ્રતીક છે. તે પરંપરાને આધુનિકતા સાથે જોડે છે.