શોધખોળ કરો

ફ્લોપ ફિલ્મોના કારણે કામ મળવાનું બંધ થતા એક્ટ્રેસે રસ્તા પર ભીખ માંગવાનું શરુ કર્યું ?

આજે અચાનક એક ભોજપુરી મિતાલી શર્માના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા, જે એક સમયે ભોજપુરી ફિલ્મોની સ્ટાર ગણાતી હતી.

ઈન્ટરનેટના આ યુગમાં જૂના સમાચાર પણ એટલી ઝડપથી ફેલાય છે, જાણે કે તે એકદમ તાજા હોય. આજે અચાનક એક ભોજપુરી મિતાલી શર્માના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયામાં વાયરલ થયા, જે એક સમયે ભોજપુરી ફિલ્મોની સ્ટાર ગણાતી હતી. એવું કહેવાય છે કે લગભગ એક દાયકા પહેલા મિતાલી શર્મા ભોજપુરી ફિલ્મોના લોકપ્રિય નામોમાંનું એક હતું. પરંતુ પછી અચાનક તેની કારકિર્દી ખતમ થઈ ગઈ અને એક સમય એવો આવ્યો જ્યારે આ અભિનેત્રી રોજીરોટી માટે ભીખ માંગતી જોવા મળી. તે ચોરી કરતી પકડાઈ હતી અને અંતે પોલીસે તેને માનસિક આશ્રયમાં દાખલ કરી હતી. જે બાદ તેના વિશે કોઈ માહિતી મળી નથી.

ભોજપુરી એક્ટ્રેસ મિતાલીની સ્ટોરી પોતાનામાં કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી, જેમાં એક સ્ટાર એક્ટ્રેસ અમીર બન્યા પછી બધું ગુમાવી દે છે. પછી જીવન તેને રસ્તા પર લાવે છે. પછી તે સંઘર્ષ કરતી એકલી રહી જાય છે. મિતાલી મૂળ દિલ્હીની હતી અને જ્યારે તેણે ફિલ્મોમાં અભિનય કરવા મુંબઈ જવાનું નક્કી કર્યું ત્યારે તેના પરિવારે તેને ત્યજી દીધી હતી. મિતાલીએ મુંબઈમાં સફળતા કરતાં વધુ સંઘર્ષનો સામનો કરવો પડ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે તેનું માનસિક સંતુલન એટલુ બગડી ગયું અને તેણે પોતાનું ગુજરાન ચલાવવા મુંબઈના લોખંડવાલાની રસ્તાઓ પર ભીખ માંગવાનું શરૂ કર્યું.

લગભગ સાત વર્ષ જૂના સમાચારો દર્શાવે છે કે પોલીસે મિતાલીને લોખંડવાલાની શેરીઓમાં ચોરી કરતી વખતે પણ પકડી હતી. તે કારનો કાચ તોડવાનો પ્રયાસ કરી રહી હતી. તે સમયે તેની ઉંમર 25 વર્ષની હોવાનું કહેવાય છે. જ્યારે પોલીસે અભિનેત્રીની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે ભાગતા પહેલા તેમના પર દુર્વ્યવહાર કર્યો અને હુમલો કર્યો. આખરે જ્યારે તેણીને પકડવામાં આવી અને પોલીસ સ્ટેશન લાવવામાં આવી, ત્યારે તેણીએ પ્રથમ વસ્તુ જમવાનુ માંગ્યુ હતું. મિતાલી ડિપ્રેશન અને અન્ય માનસિક સમસ્યાઓ સામે ઝઝૂમી રહી હતી. ત્યારબાદ આ અભિનેત્રીને થાણેની એક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાના સમાચાર આવ્યા હતા. અભિનેત્રી આજે ક્યાં છે તે જાણી શકાયું નથી. પરંતુ આજે અચાનક મિતાલી શર્માના સમાચાર મીડિયા અને સોશિયલ મીડિયામાં ફરી ચર્ચામાં આવ્યા હતા.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન

BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન

BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો

ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે

Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ

Embed widget