કોરોનામાં માતા-પિતા ગુમાવનાર કોમેડિયન ભુવન બામની ભાવુક પોસ્ટ
કોરોના વાયરસની અસર દેશમાં પહેલાથી થોડી ઘટી છે. હાલમાં યૂટ્યૂબર ભુવન બામે આ વાયરસને કારણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. આ વિશે ભુવન બામે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
કોરોના વાયરસની અસર દેશમાં પહેલાથી થોડી ઘટી છે. હાલમાં યૂટ્યૂબર ભુવન બામે આ વાયરસને કારણે પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે. આ વિશે ભુવન બામે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે.
ભુવન બામે હાલમાં પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે પોતાના માતા-પિતાની સાથે તસવીરે શેર કરી છે. આ તસવીરોને શેર કરતા ભુવને કેપ્શનમાં લખ્યું- કોવિડને કારણે મેં મારી બન્ને લાઇફલાઇન ગુમાવી દીધી. આઈ અને બાબા વગર કંઈ પહેલા જેવું રહેશે નહીં. એક મહિનામાં બધુ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘર, સપના, બધુ.
આગળ ભુવને લખ્યુ- મારી આઈ મારી પાસે નથી, મારા બાબા મારી પાસે નથી. હવે શરૂઆતથી જીવવુ શીખવુ પડશે. મન કરી રહ્યું નથી. શું હું એક સારો પુત્ર હતો? શું મેં તેમને બચાવવા બધુ કર્યું? મારે હવે આ સવાલોની સાથે જીવવુ પડશે. હું તેમને બીજીવાર જોવાની રાહ જોઈ શકુ નહીં. હું દુવા કરુ છું કે તે દિવસ જલદી આવે.
ભુવન બામની આ પોસ્ટ પર તમામ સેલેબ્સ અને તેમના મિત્રો કોમેન્ટ કરી સાંત્વના આપી રહ્યા છે. ભુવનના આ પોસ્ટ પર રાજકુમાર રાવ, તાહિરા કશ્યપ, આશીષ ચંચલાની, કેરી મિનાટી, મુકેશ છાબડાએ પણ કોમેન્ટ કરી દુખ વ્યક્ત કર્યું છે. બધા લોકો આવા સમયમાં ભુવન બામને હિંમત રાખવાનું કહી રહ્યાં છે.
મહત્વનું છે કે પાછલા વર્ષે નવેમ્બર મહિનામાં ભુવન બામ પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી જણાવ્યુ હતું કે, છેલ્લા કેટલાક દિવસથી તબીયત ખરાબ ચાલી રહી હતી. ટેસ્ટનું પરિણામ આવ્યું છે અને હું કોરોનાથી સંક્રમિત છું. ઉલ્લેખનીય છે કે ભુવન બામ જાણીતો યૂટ્યૂબર છે. તેને બબીની વાઇન્સ નામથી ઓળખવામાં આવે છે. ભુવન નાના-નાના કોમેડી વીડિયો બનાવી લોકોનું મનોરંજન કરે છે.