શોધખોળ કરો

Kangana Ranaut: કંગના રનૌતે નામ લીધા વિના આ બોલિવૂડ એક્ટર પર જાસુસી કરવાનો આરોપ લગાવતા ખળભળાટ

Kangana Ranaut Instagram Post: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરતી વખતે એક અભિનેતા પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોઈ તેમનો ડેટા લીક કરી રહ્યું છે.

Kangana Ranaut Instagram Post: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરતી વખતે એક અભિનેતા પર જાસૂસીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કોઈ તેમનો ડેટા લીક કરી રહ્યું છે. તેણી ક્યારેય પાપારાઝી સાથે તેનું શેડ્યૂલ શેર કરતી નથી, પરંતુ તેમ છતાં ફોટોગ્રાફર્સ તેના ફોટા ક્લિક કરવા માટે પહોંચે છે. કંગનાએ એવો પણ દાવો કર્યો છે કે અભિનેતા અને તેની પત્ની આ કામમાં સામેલ છે. આ પોસ્ટ વાંચ્યા બાદ યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે કે કંગનાએ આ ઈશારો રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ તરફ કર્યો હશે.

પાપારાઝીને કોણ માહિતી આપી રહ્યું છે?

કંગના રનૌતે ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે કે, 'હું જ્યાં પણ જાઉં છું, મને ફોલો કરવામાં આવે છે અને જાસૂસી કરવામાં આવે છે. માત્ર રસ્તાઓ પર જ નહીં પરંતુ પાર્કિંગની જગ્યાઓ પણ ફોટા ક્લિક કરવામાં આવે છે. તેઓ મારા ફોટા ક્લિક કરવા માટે ઝૂમ લેન્સનો ઉપયોગ કરે છે. દરેક વ્યક્તિ જાણે છે કે પાપારાઝી સ્ટાર્સને કવર કરવા માટે ત્યારે જ જાય છે જ્યારે તેઓને ટીપ આપવામાં આવે છે. આ દિવસોમાં તેઓ ફોટો ક્લિક કરવા માટે ચાર્જ કરે છે. મારી ટીમ કે હું તેમને ચૂકવણી નથી કરી રહ્યા, તો તેમને કોણ પૈસા ચૂકવી રહ્યું છે. તેણે આગળ લખ્યું, 'મારી તસવીરો સવારે 6.30 વાગ્યે ક્લિક કરવામાં આવી હતી. તેઓ મારા શેડ્યૂલ વિશે કેવી રીતે જાણે છે? તેઓ મારા ફોટા સાથે શું કરે છે? આજે, મેં વહેલી સવારે કોરિયોગ્રાફીનું સત્ર પૂરું કર્યું કે, કોઈને સ્ટુડિયોમાં આવવાની જાણ કરવામાં આવી ન હતી, તેમ છતાં તેઓ બધા રવિવારે પણ મોટી સંખ્યામાં આવ્યા હતા.

Kangana Ranaut: કંગના રનૌતે નામ લીધા વિના આ બોલિવૂડ એક્ટર પર જાસુસી કરવાનો આરોપ લગાવતા ખળભળાટ

મારો વોટ્સએપ ડેટા લીક થઈ રહ્યો છે

'મને ખાતરી છે કે મારો WhatsApp ડેટા અથવા મારા જીવનની વિગતો લીક થઈ રહી છે. આ ઓબસેસ્ડ નેપો માફિયા કે જેઓ એક સમયે મારા દરવાજે વગર આમંત્રણે આવી ગયા હતા તે એક જાણીતા વુમનાઇઝર અને કાસાનોવા છે, પરંતુ હવે તે નેપો માફિયા બ્રિગેડના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. તેની પત્નીને નિર્માતા બનાવવા દબાણ કરે છે જેથી તે વધુ મહિલા કેન્દ્રિત ફિલ્મો કરે. તેણી મારા જેવા કપડાં પહેરે છે. અહિંયા સુધી કે તેમના ઘરનું ઈન્ટિરિયર મારા ઘર જેવું જ છે. તેઓએ મારા ઘણા વર્ષોના સ્ટાઈલિશ અને હોમ સ્ટાઈલિશને પણ રાખ્યા છે.

Kangana Ranaut: કંગના રનૌતે નામ લીધા વિના આ બોલિવૂડ એક્ટર પર જાસુસી કરવાનો આરોપ લગાવતા ખળભળાટ

તેણે પોતાના લગ્નમાં મારા જેવી જ સાડી પહેરી હતી

કંગના રનૌતે આગળ લખ્યું કે 'પત્ની તેના વર્તનને પ્રોત્સાહન આપે છે. તેણીએ તેના લગ્નમાં એ જ સાડી પહેરી હતી, જે મેં અગાઉ મારા ભાઈના લગ્નના રિસેપ્શનમાં પહેરી હતી. આ ખૂબ જ વિચિત્ર છે. તાજેતરમાં એક ફિલ્મ કોસ્ચ્યુમ ડિઝાઇનર જે મારા મિત્ર છે અને જેને હું એક દાયકાથી ઓળખું છું. મારો તેની સાથે અણબનાવ બન્યો. યોગાનુયોગ હવે તે આ કપલ સાથે કામ કરી રહી છે. મારા ફાઇનાન્સર અથવા બિઝનેસ પાર્ટનર મારી સાથેના સોદા કોઈપણ કારણ વગર રદ કરે છે. મને લાગે છે કે તે મને અલગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને મને માનસિક તણાવમાં મૂકી રહ્યો છે.

એક જ બિલ્ડિંગમાં કપલ અલગ રહે છે

કંગના રનૌતે પોસ્ટના અંતમાં લખ્યું, 'તે તેને અલગ ફ્લોર પર રાખે છે. બંને એક જ બિલ્ડિંગમાં અલગ-અલગ રહે છે. હું સૂચન કરું છું કે તેણે આ સિસ્ટમ વિરુદ્ધ બોલવું જોઈએ અને તેના પર નજર રાખવી જોઈએ. તેને આ બધો ડેટા કેવી રીતે મળી રહ્યો છે અને શું તે આમાં સામેલ છે, કારણ કે જો તે મુશ્કેલીમાં આવશે તો તે અને તેનું બાળક પણ મુશ્કેલીમાં આવશે. તેણે પોતાના જીવનની જવાબદારી લેવી જોઈએ. તેણે ખાતરી કરવી જોઈએ કે તે કોઈપણ ગેરકાયદેસર કામમાં સામેલ નથી. ડિયર ગર્લ તમને અને તમારા બાળકને ખૂબ પ્રેમ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Updates | છેલ્લા 24 કલાકમાં આ જિલ્લાઓમાં ખાબક્યો સૌથી વધુ વરસાદ | Abp AsmitaHu to Bolish | હું તો બોલીશ | શિક્ષકનું સાચુ સન્માનHu to Bolish | હું તો બોલીશ | આ દવા મારી નાંખશે!Rath Yatra 2024 | અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ ઉપર કરાયું નિરીક્ષણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
T20 World Cup 2024: ચેમ્પિયન ભારતને પ્રાઇઝ મનીમાં મળ્યાં કેટલા કરોડ,, અવોર્ડ વિનરની જુઓ યાદી
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર,  3 ગુજરાતી સહિત આ  રહ્યા જીતના હીરો
IND vs SA, T20 World Cup Final: સાઉથ આફ્રિકા ફરી સાબિત થયું ચોકર્સ, રોહિત સેનાએ 7 રનથી આપી હાર, 3 ગુજરાતી સહિત આ રહ્યા જીતના હીરો
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
T20 World Cup 2024 માં ઐતિહાસિક જીત બાદ ભાવુક થઈ ભારતીય ટીમ, કોહલીથી લઈ રોહિત શર્મા તમામની આંખોમાં આંસુ 
Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
Kohli T20I Retirement: ભારત વિશ્વ વિજેતા બનતા કિંગ કોહલીએ નિવૃતિની જાહેરાત કરી, કહ્યું- આ મારી અંતિમ ટી20...
IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત
IND vs SA Final T20 2024: ભારત બન્યું ટી20 ચેમ્પિયન, પીએમ મોદીએ કહી આ વાત
Embed widget