Bollywood : તો શું રાજકારણમાં એન્ટ્રી મારવા જઈ રહ્યો છે આ અભિનેતા? ખુલાસો કરતા કહ્યું કે...
બોલિવુડના જાણીતા અભિનેતાએ જણાવ્યું હતું કે, તેને છેલ્લા 24 વર્ષમાં ઘણી રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકારણમાં આવવાની ઓફર આપવામાં આવી રહી છે.
Manoj Bajpayee On Joining Politics: મનોજ બાજપેયી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ સ્ટાર્સમાંનો એક છે. તે ઘણી વખત પોતાની ફિલ્મો દ્વારા રાજકીય નિવેદનો આપતો રહે છે, પરંતુ અભિનેતાએ પહેલીવાર રાજકારણમાં જોડાવવાને લઈને પહેલીવાર ખુલાસો કર્યો છે. ખુલાસો મનોજ બાજપેયીએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો.
બોલિવુડના જાણીતા અભિનેતાએ જણાવ્યું હતું કે, તેને છેલ્લા 24 વર્ષમાં ઘણી રાજકીય પાર્ટીઓ દ્વારા રાજકારણમાં આવવાની ઓફર આપવામાં આવી રહી છે.
અનેક રાજકીય પક્ષોએ ઓફર કરી
ઈન્ટરવ્યુ દરમિયાન મનોજ બાજપેયીને પૂછવામાં આવ્યું હતું કે, શું તેઓ ક્યારેય રાજકારણમાં જોડાવાની યોજના ધરાવે છે? આ સવાલના જવાબમાં અભિનેતાએ કહ્યું, મારી અંદરથી ક્યારેય આ બાબતે અવાજ નથી આવ્યો નથી. દરેક પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે. ભારતમાં ફક્ત તે પક્ષો જે દક્ષિણમાં છે તેઓએ સંપર્ક કર્યો ન હતો. અન્યથા દરેક પાર્ટીએ મારો સંપર્ક કર્યો છે. ખૂબ નમ્રતાથી મેં બધાને ના પાડી છે. એનું એક જ કારણ છે કે, મારા આ કામ સિવાય મને બીજા કોઈમાં રસ જ નથી પડતો.
મનોજ પાત્રને લઈને ખૂબ જ ગંભીર
મનોજ બાજપેયીએ કહ્યું હતું કે, જો તે વેકેશન પર જાય છે તો પણ તે પાછો આવવાની જ ઉતાવળમાં હોય છે. જેથી તે તેના પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકે. તેણે કહ્યું હતું કે, હું ભલે ગમે ત્યાં રજાઓ ગાળવા જાઉં, હું પાછો આવું છું કારણ કે પછી મારે પાત્ર પર કામ કરવાનું હોય છે. તે પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તમારે તેના માટે તૈયારી કરવી પડે છે. મારું મન એ બધી બાબતો પર જ રહે છે.
એક્સાઈટમેન્ટ ખતમ થઈ જશે તો ક્યાંક બીજે શિફ્ટ થઈ જઈશ
મનોજ બાજપેયીએ એમ પણ કહ્યું હતું કે, જે દિવસે અભિનય પ્રત્યેની ઉત્તેજના સમાપ્ત થશે તે દિવસે તે બીજે ક્યાંક શિફ્ટ થઈ જશે. તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે જે દિવસે ઉત્તેજનાનો અંત આવશે, હું કોઈ બીજી જગ્યાએ શિફ્ટ થઈ જઈશ. કદાચ ગામમાં અથવા કદાચ પર્વતોમાં. જાહેર છે કે, મનોજ બાજપેયીની ફિલ્મ 'ગુલમહોર' ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરવામાં આવી છે, જેને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.