શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Brahmastra : 'બ્રહ્માસ્ત્ર' માટે રણબીર-આલિયાએ લીધી આટલી મોટી ફી, અમિતાભ બચ્ચને ચાર્જ કર્યા આટલા કરોડ રૂપિયા

‘બ્રહ્માસ્ત્ર’ અયાન મુખર્જીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેને બનાવવામાં લગભગ 4 વર્ષ લાગ્યા છે

Star Cast Fees In Brahmastra : બોલિવૂડ એક્ટ્રેસ  આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ચર્ચામાં છે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. બ્રહ્માસ્ત્રમાં પહેલીવાર રિયલ લાઈફ કપલ આલિયા અને રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. ‘બ્રહ્માસ્ત્ર’ અયાન મુખર્જીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેને બનાવવામાં લગભગ 4 વર્ષ લાગ્યા છે. હવે જોવાનું એ રહેશે કે બોલિવૂડના બોયકોટ ટ્રેન્ડ છતાં ફિલ્મ બોક્સ ઓફિસ પર કેવું પ્રદર્શન કરે છે. પરંતુ તે પહેલા આવો જાણીએ કે અયાન મુખર્જીના ડ્રીમ પ્રોજેક્ટને સ્ક્રીન પર લાવવા માટે પાત્રોએ કેટલી ફી વસૂલ કરી છે.

રણબીર કપૂર

આ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવી રહેલા રણબીર કપૂરે 20 થી 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર અલગ અંદાજમાં જોવા મળશે. જો કે અમે ટ્રેલરમાં તેની એક્ટિંગની ઝલક જોઈ ચૂક્યા છીએ. લોકોએ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કર્યું છે

આલિયા ભટ્ટ

આ ફિલ્મમાં રણબીર કપૂરની લવ ઈન્ટરેસ્ટની ભૂમિકા ભજવનાર આલિયા ભટ્ટે 10થી 12 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આલિયા પહેલીવાર અયાન અને રણબીર સાથે કામ કરી રહી છે અને રણબીર સાથેની તેની કેમેસ્ટ્રી અગાઉથી જ ચર્ચામાં છે.

અમિતાભ બચ્ચન

બ્રહ્માસ્ત્રમાં ગુરુની ભૂમિકા ભજવી રહેલા અમિતાભ બચ્ચને પોતાના પાત્ર માટે 8-10 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન રણબીરના ગાઈડ તરીકે જોવા મળશે.

નાગાર્જુન

સાઉથના સુપરસ્ટાર નાગાર્જુને આ ફિલ્મમાં પોતાના રોલ માટે 9-11 કરોડ રૂપિયા લીધા હતા.

મૌની રોય

આ ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવનાર મૌની રોયે 3 કરોડ રૂપિયા લીધા હતા. ફિલ્મમાં મૌનીનું નામ જુનૂન છે.

શાહરૂખ ખાન

આ ફિલ્મમાં શાહરૂખ ખાન સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે વાનરાસ્ત્રની ભૂમિકામાં જોવા મળશે. તેણે આ માટે કેટલી ફી લીધી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી.

ડિમ્પલ કાપડિયા

બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી ડિમ્પલ આ ફિલ્મમાં અનિતા સક્સેનાના રોલમાં જોવા મળશે. ડિમ્પલે તેના પાત્ર માટે 85 લાખ રૂપિયા ચાર્જ કર્યા છે.

પ્રતિક બબ્બર

પ્રતિક બબ્બર આ ફિલ્મમાં રાજા સિંહની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેણે આ રોલ માટે 1 કરોડ રૂપિયા લીધા છે.

બોલિવૂડની સૌથી મોંઘી ફિલ્મ

રિપોર્ટ્સ અનુસાર, બ્રહ્માસ્ત્ર પાર્ટ 1 બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ છે. ફિલ્મનું બજેટ 400 કરોડ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ફિલ્મના પ્રમોશન માટેનું બજેટ સામેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Accident : ચોટીલા પાસે બોલેરો-ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત, કોળી પરિવારની 4 મહિલાના મોતPatan Human Trafficking Case : 10થી વધુ બાળ તસ્કરી થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આરોપJunagadh Controversy : જૂનાગઢ મંદિર વિવાદ વચ્ચે પ્રયાગરાજથી પરત આવેલા હરિગિરિ બાપુએ આરોપો ફગાવ્યાSurat News : સુરતમાં 2 વ્યક્તિના અચાનક મોત, મહિલાનું કપડા ધોતા ધોતા જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
RBI ગવર્નર શક્તિકાંત દાસની તબિયત લથડી, ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
IPL 2025: IPL હરાજી બાદ કોણ કેટલી મજબૂત, જાણો તમામ 10 ટીમોના ખેલાડીઓનું સંપૂર્ણ લિસ્ટ
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
સુરેન્દ્રનગરના ચોટીલા નજીક બોલેરો અને ટ્રક ટકરાયા, ચાર સગા દેરાણી-જેઠાણીનાં કરુણ મોત
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
IPL 2025: ગુજરાત ટાઇટન્સે 119.85 કરોડનો ખર્ચ કરી બનાવી 25 ખેલાડીઓની ટીમ, જાણો કોને કેટલા રૂપિયામાં ખરીદ્યા?
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશમાં ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડનો વિરોધ કરી રહેલા હિંદુઓ પર હુમલો, 50 લોકો ઇજાગ્રસ્ત
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
PAN 2.0 ને કેબિનેટની મંજૂરી, બેકાર થઇ જશે તમારુ પાનકાર્ડ? જાણો તમામ સવાલના જવાબ
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
IPL 2025: 182 ખેલાડીઓ પર 640 કરોડ ખર્ચાયા, જુઓ આઇપીએલ ઓક્શનમાં સોલ્ડ અને અનસોલ્ડ રહેલા ખેલાડીઓની યાદી
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Embed widget