શોધખોળ કરો
Advertisement
સુશાંત કેસની તપાસ કરવા સીબીઆઇની ટીમ ફરી મુંબઇ પહોંચી, ફરીથી એકઠા કરશે સબૂતો
સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે
મુંબઇઃ દિવંગત બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પરિવારના સભ્યો દ્વારા મેડિકલ ટીમના પુર્નગઠન માંગ કરતા કેન્દ્રીય તપાસ એજન્સીને લખ્યા બાદ, થોડાક સમય બાદ સીબીઆઇની ટીમ ફરીથી મુંબઇ પહોંચી ગઇ છે. સીબીઆઇના એક સુત્રએ કહ્યું કે સુશાંતના મોતની તપાસ હજુપણ ચાલુ છે, અને તમામ પાસાઓને સાવધાનીપૂર્વક જોવામાં આવી રહ્યાં છે.
સુ્ત્રોએ કહ્યુ કે, તપાસની માંગ અનુસાર એક તો અધિકારીઓની ટીમ નિયમિત સમયના અંતરાલમાં મુંબઇની મુલાકાત કરતી રહે છે, જ્યારે મુંબઇમાં સીબીઆઇના અધિકારીઓ પણ હાજર છે. જોકે, સુત્રોએ દિલ્હીથી મુંબઇ પહોંચેલા સીબીઆઇના અધિકારીઓના નામ નથી લીધા.
આ ટિપ્પણી સુશાંતના વકીલ વિકાસ સિંહના દીકરા વિરુણ સિંહ દ્વારા સીબીઆઇને પત્ર લખ્યા બાદ આવી છે. તેને પત્રમાં એઇમ્સના હત્યાની સંભાવનાને ફગાવી દેવાના રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો કે ફૉરેન્સિક બોર્ડની ફૉરેન્સિક તપાસ દોષપૂર્ણ છે. પત્રમાં તેમને કહ્યું- હું સુશાંત સિંહ રાજપૂતના 14 જૂન, 2020એ થયેલા મોત મામલામાં એઇમ્સ દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલા રિપોર્ટ વિશે મીડિયામાં વાંચી રહ્યો છું. મે એઇમ્સના કેટલાક ડૉક્ટરોને ટીવી પર આ ફૉરેન્સિક તપાસ સંબંધમાં નિવેદન આપતા પણ જોયા છે.
મીડિયામાં બતાવવામાં આવી રહેલી એઇમ્સની ફૉરેન્સિક રિપોર્ટ જો સાચી હોય તો પુરતા સબૂતો સાથે આવો નિષ્કર્ષ કાઢવો ખોટો છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભલામણ પર સીબીઆઇએ સુશાંતના મોતની તપાસ શરૂ કરી હતી.
વરુણે કહ્યું કે, કેમકે માસ્ટરમાઇન્ડ હજુપણ જામીન પર બહાર છે, આ એનસીબી અને સુશાંત કેસ માટે મોટો ઝટકો છે. એજન્સી દેશમાં 1.35 લાખ કરોડના ડ્રગ્સ સિન્ડિકેટને લઇને તપાસ કરી રહી હતી, આવામાં જે લોકો આ ગુના સિન્ડિકેટના સભ્યો છે તેમને મોટી રાહત મળી છે, અને સાક્ષીઓને પ્રભાવિત કરવાનુ કામ પણ થઇ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement