શોધખોળ કરો

સાઉથના મેગા સ્ટાર ચિરંજીવી દાદા બન્યા,  પોસ્ટ શેર કરી લખ્યો ખાસ સંદેશ 

સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી આજે દાદા બની ગયા છે. તેના સુપરસ્ટાર પુત્ર રામ ચરણના ઘરે દિકરીનો જન્મ થયો છે.

Chiranjeevi welcomes Ram Charan and Upasana daughter: સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી આજે દાદા બની ગયા છે. તેના સુપરસ્ટાર પુત્ર રામ ચરણના ઘરે દિકરીનો જન્મ થયો છે. આ ખાસ ક્ષણે તેમના સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ છે.   લગ્નના 11 વર્ષ પછી રામચરણના ઘરે કિલકારી ગુંજી છે. આ ખુશીના અવસર પર મેગા સ્ટાર ચિરંજીવીએ એક પોસ્ટ શેર કરીને પોતાની પૌત્રી માટે ખાસ સંદેશ લખ્યો છે. આ સાથે તેણે પોતાની પૌત્રીની કુંડળી પણ મીડિયા સાથે શેર કરી હતી.

ચિરંજીવીએ પોસ્ટ શેર કરી છે

ચિરંજીવીએ એક પોસ્ટ શેર કરીને પોતાના ચાહકો સાથે દાદા બનવાની ખુશી મનાવી છે. આ પોસ્ટમાં તેમણે નાનકડી  પરીનું તેમના ઘરમાં સ્વાગત કર્યું અને સાથે લખ્યું, 'વેલકમ લિટલ મેગા પ્રિન્સેસ!! તમે લોકોમાં ખુશીઓ ફેલાવી છે, કરોડોનો મેગા પરિવાર તમારા આગમનથી ધન્ય થયો છે.   રામ ચરણ અને ઉપાસનાને માતા-પિતા અને  અમને દાદા દાદી બનવાનો આનંદ અને ગર્વ છે!!'

ઉપાસના 11 વર્ષ બાદ માતા બની 

ઉપાસનાની પ્રેગ્નન્સી વિશે ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. રામ ચરણની પત્ની ઉપાસનાએ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ તે પ્રેગ્નેન્ટ છે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી સામે આવી રહી હતી.   તાજેતરમાં રામ ચરણ અને ઉપાસનાએ તેમના લગ્નની 11મી વર્ષગાંઠ ઉજવી હતી. રામ ચરણ અને ઉપાસના 14 જૂન 2012ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. હવે આ દંપતીના ઘરમાં  કિલકારી ગુંજી છે. ઉપાસનાએ હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં પુત્રીને જન્મ આપ્યો છે.

ચિરંજીવી દાદા બન્યા 
 
સાઉથના સુપરસ્ટાર ચિરંજીવી હવે દાદા અને પત્ની સુરેખા દાદી બની ગયા છે. આ સમાચાર આવ્યા બાદ રામ ચરણ અને ઉપાસનાના આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. રામ ચરણના ચાહકો પણ બાળકીની પ્રથમ ઝલક મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ડિસેમ્બર 2022માં કપલે બધાને આ ખુશખબર આપી હતી. ત્યારથી ફેન્સ દ્વારા કપલની દરેક અપડેટ મેળવવામાં આવી રહી હતી. હવે આટલા લાંબા સમય પછી બંનેના ઘરે આવેલી ખુશીના કારણે માત્ર તેમના પરિવારમાં જ નહીં પરંતુ ચાહકોમાં પણ ખુશીનો માહોલ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Embed widget