શોધખોળ કરો
મુંબઇ પાવરકટ પર જાણીતા કૉમેડિયને કંગનાની ઉડાવી મજાક, બોલ્યો- લાઇટ અહીં ગઇ પણ ફ્યૂઝ તમારો ઉડી ગયો...
મુંબઇમાં થયેલા પવારકટને લઇને કંગનાએ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ કરી હતી, અને ઉદ્વવ સરકારને આડેહાથે લીધી હતી. હવે આ પૉસ્ટની પ્રતિક્રિયા કૉમેડિયન કૃણાલ કામરાએ એક તસવીર શેર કરીને આપી છે

ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોને લઇને ચર્ચામાં રહ્યાં કરે છે. મુંબઇમાં થયેલા પવારકટને લઇને કંગનાએ સોશ્યલ મીડિયા પર એક પૉસ્ટ કરી હતી, અને ઉદ્વવ સરકારને આડેહાથે લીધી હતી. હવે આ પૉસ્ટની પ્રતિક્રિયા કૉમેડિયન કૃણાલ કામરાએ એક તસવીર શેર કરીને આપી છે.
તસવીરમાં કૃણાલ કામરા સાથે શિવસેનાના નેતા સંજય રાઉત પણ દેખાઇ રહ્યાં છે. કંગનાએ આ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું હતુ- મુંબઇ મે પાવરકટ ઔર મહારાષ્ટ્ર સરકાર ક-ક-ક... કંગના.
આવુ પહેલીવાર નથી થયુ કે કૃણાલ કામરા અને કંગના રનૌત સોશ્યલ મીડિયા પર એકબીજા સામે નિશાન સાધ્યુ હોય. આ પહેલા પણ અનેકવાર બન્ને એકબીજા સામે શબ્દબાણ છોડી ચૂક્યા છે.
મુંબઇમાં પાવરકટને લઇને કંગનાએ જે ટ્વીટ કર્યુ હતુ, તેના સપોર્ટમાં સોશ્યલ મીડિયા ઘણા લોકોએ કંગનાનુ સમર્થન કર્યુ હતુ. કૃણાલ કામરાને જવાબ પણ આપી રહ્યાં છે. અત્યારે આ ટ્વીટ ખુબ વાયરલ થઇ રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
દેશ
Advertisement
