Zwigato Trailer: કોમેડી કિંગ કપિલ શર્મા નવી ફિલ્મમાં ડિલીવરી બોય બન્યો, જુઓ ફિલ્મનું દમદાર ટ્રેલર
રોજ પોતાની આગવી શૈલીથી લોકોને હસાવતો કપિલ શર્મા હવે ફિલ્મી પડદે એક સિરીયસ રોલમાં જોવા મળવાનો છે.
Kapil Sharma Film Zwigato Trailer Release: રોજ પોતાની આગવી શૈલીથી લોકોને હસાવતો કપિલ શર્મા હવે ફિલ્મી પડદે એક સિરીયસ રોલમાં જોવા મળવાનો છે. તેની ફિલ્મ ઝ્વીગાટોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ઝ્વીગાટો ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં જોવા મળશે જે પોતાના કામ અને પરિવાર પ્રત્યે સંપૂર્ણ રીતે જવાબદાર લાગે છે.
Zwigatoનું ટ્રેલર રિલીઝ થયું
ઝ્વીગાટો ફિલ્મમાં કપિલ શર્મા બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં કપિલ ડિલિવરી બોયની ભૂમિકામાં પણ જોવા મળશે. ફિલ્મમાં કપિલ શર્માનું પાત્ર ખૂબ જ ગંભીર હશે. કોમેડી કિંગની આવી સ્ટાઈલ તમે પહેલા નહિ જોઈ હોય. આ ફિલ્મનું નિર્દેશન નંદિતા દાસ દ્વારા કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એક સામાન્ય માણસની વાર્તા પર આધારિત છે જે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે દિવસભર મજૂરોની જેમ કામ કરે છે. પોતાના કામમાં 100 ટકા આપવા છતાં તે માત્ર નિરાશા જ અનુભવે છે. ઘરનો ખર્ચ પૂરો ન થવાને કારણે બાળકો પિતાના કામથી સંતુષ્ટ નથી. પત્ની તેના પતિને મદદ કરવા ઘરની બહાર કામ કરવાનું શરૂ કરે છે અને પછી વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ શરૂ થાય છે. શહાના ગોસ્વામી આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનો રોલ કરી રહી છે.
કપિલ શર્મા સિરીયર રોલમાં ફિલ્મી પડદે જોવા મળશેઃ
કપિલ શર્મા આ પહેલા પણ ફિલ્મી પડદે જોવા મળી ચૂક્યો છે. 'ABCD 2', 'કિસ કિસ કો પ્યાર કરું', 'ફિરંગી' અને 'ઇટ્સ માય લાઇફ' કોમેડી કિંગની કેટલીક ફિલ્મો રહી છે, જેમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી. જોવાનું એ રહેશે કે, આ ઝ્વીગાટો ફિલ્મમાં કપિલ શર્માની ગંભીર ભૂમિકા તેના ચાહકોને કેટલી પસંદ આવે છે.
આ પણ વાંચો...
KBC 14: કોણ છે કવિતા ચાવલા જે આ સિઝનની પ્રથમ કરોડપતિ બની, શું તે 7.5 કરોડના સવાલનો જવાબ આપી શકશે?
Deepika padukone: દીપિકાની નેટ વર્થ જાણી ઉડી જશે હોશ, એક ફિલ્મ માટે કેટલી ફી લે છે ?