શોધખોળ કરો
Advertisement
શાહરૂખ ખાને કૉવિડ-19 માટે BMCને આપી પોતાની આલિશાન ઓફિસ, સામે આવ્યો અંદરનો વીડિયો
શાહરૂખ ખાને કોરોના સામેની લડાઇ લડવા માટે પોતાની ઓફિસને ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવવા માટે આપી છે, હવે શાહરૂખની આ ઓફિસને રિફર્નિશ કરી દેવામાં આવી છે, આને આની કેટલીક તસવીરો સામે પણ આવી છે
મુંબઇઃ કોરોના વાયરસનો ખતરો મુંબઇમાં દિવસે દિવસે વધી રહ્યો છે, શાહરૂખ ખાને કૉવિડ-19 સામેની લડાઇમાં હવે પોતાની ઓફિસ પણ આપી દીધી છે. શાહરૂખ ખાને પોતાની ચાર માળની આલિશાન ઓફિસ બીએમસીને સોંપી દીધી છે. જેથી તેને ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવી શકાય.
શાહરૂખ ખાને કોરોના સામેની લડાઇ લડવા માટે પોતાની ઓફિસને ક્વૉરન્ટાઇન સેન્ટર બનાવવા માટે આપી છે, હવે શાહરૂખની આ ઓફિસને રિફર્નિશ કરી દેવામાં આવી છે, આને આની કેટલીક તસવીરો સામે પણ આવી છે.
ગૌરી ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં શાહરૂખની ઓફિસની જોઇ શકાય છે, સાથે ગૌરી ખાને એ પણ જણાવ્યુ કે આનુ ઇન્ટીરિયર પણ તેને જ કર્યુ છે.
તેને આ વીડિયો શેર કરતાં લખ્યું- ગૌરી ખાન ડિઝાઇન્સે ઓફિસને રિફર્નિશ્ડ કરી દીધી છે. હવે આ ક્વૉરન્ટાઇન ઝૉન, અને જરૂરી સેવાઓમાં લાગેલા લોકોના ઉપયોગ માટે છે. આપણે બધાએ એકસાથે ઉભા રહેવુ પડશે આ મહામારી સામે લડવા માટે.
ઉલ્લેખનીય છે કે, હાલ આ ક્વૉરન્ટાઇન સેન્ટરમાં 22 બેડ લગાવવામાં આવ્યા છે, જેને યોગ્ય દુર બનાવીને રાખવામાં આવ્યા છે.
શાહરૂખ અને ગૌરી ખાનની આ પહેલા માટે બીએમસીએ તેમનો આભાર માન્યો છે. બીએમસીએ સોશ્યલ મીડિયા પર લખ્યું- અમે શાહરૂખ ખાન અને ગૌરી ખાનને ધન્યાવાદ પાઠવીએ છીએ, જેમને જરૂરી સામાનોથી ભરેલી પોતાની આ ચાર માળની પ્રાઇવેટ ઓફિસ અમને ક્વૉરન્ટાઇન બાળકો, મહિલાઓ અને વૃદ્ધો માટે આપી. તેમની આ મદદ યોગ્ય અને વિચારવાલાયક છે.
ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને ગૌરી ખાને કોરોના મહામારી સામે લડવા માટે સરકારની સાથે સાથે મજૂરો અને ગરીબોને પણ મદદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement