શોધખોળ કરો

Crew Box Office Day 2: કરિના કપૂરની ફિલ્મ 'ક્રૂ'એ બોક્સ ઓફિસ પર બીજા દિવસે કરી આટલી કમાણી 

કરીના કપૂર, તબ્બુ  અને કૃતિ સેનનની ત્રિપુટી સ્ક્રીન પર ધૂમ મચાવી રહી છે. આ ત્રણ સુંદરીઓ અભિનીત ફિલ્મ 'ક્રૂ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે.

Crew Box Office Day 2: કરીના કપૂર, તબ્બુ  અને કૃતિ સેનનની ત્રિપુટી સ્ક્રીન પર ધૂમ મચાવી રહી છે. આ ત્રણ સુંદરીઓ અભિનીત ફિલ્મ 'ક્રૂ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. રિલીઝ થતાની સાથે જ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. વિવેચકો અને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યા પછી, આ ફિલ્મે તેની રિલીઝના પ્રથમ દિવસે સારું કલેક્શન કર્યું છે. દરમિયાન બીજા દિવસની કમાણીના પ્રાથમિક આંકડાઓ સામે આવ્યા છે.

કરીના, તબ્બુ, કૃતિની 'ક્રૂ' હંગામો મચાવે છે

આ કોમેડી ડ્રામા ફિલ્મ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ હતી. કરીના, તબ્બુ અને કૃતિને એકસાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. ક્રૂ દર્શકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં સફળ રહી છે અને તેના શરૂઆતના દિવસે 9.25 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. તો ચાલો જાણીએ શનિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી છે...

Sacknilkના પ્રારંભિક ટ્રેન્ડ રિપોર્ટ અનુસાર, 'Crew' એ તેના બીજા દિવસે રાત્રે 10:30 વાગ્યા સુધીમાં 10.00 કરોડ રૂપિયાનું શાનદાર કલેક્શન કર્યું છે. જો કે, આ અંતિમ આંકડા નથી. આવતીકાલે સવાર સુધીમાં આવકમાં વધારો થશે. બે દિવસનું અત્યાર સુધીનું કુલ કલેક્શન 19.25 કરોડ રૂપિયા થઈ ગયું છે. 2024ની સૌથી મોટી ઓપનિંગ મેળવનારી ત્રીજી ફિલ્મ બની છે. 

View this post on Instagram
 
A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

આ આંકડાઓ જોયા પછી, એવું માનવામાં આવે છે કે તે રવિવારે સારી કમાણી કરશે. આ સાથે આ ફિલ્મ વર્ષ 2024ની ત્રીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા રિતિક રોશનની 'ફાઇટર'એ પહેલા દિવસે 24.6 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને અજય દેવગનની 'શૈતાન'એ 15.21 કરોડ રૂપિયા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું.

એટલું જ નહીં, આ ફિલ્મ સાથે કરીનાએ આલિયા ભટ્ટ અને કંગના રનૌતની મહિલા કેન્દ્રિત ફિલ્મોના શરૂઆતના દિવસે કમાણીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જુઓ નીચેની યાદી.

ક્રૂ- 9.25 કરોડ
તનુ વેડ્સ મનુ- 8.85 કરોડ
ડિયર જિંદગી - 8.75 કરોડ
રાગિણી એમએમ 2 - 8.43 કરોડ
મેરી કોમ- 8.4 કરોડ
મણિકર્ણિકા- 7.75 કરોડ
રાજી- 7.53 કરોડ

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં તબ્બુ, કરીના અને કૃતિ સિવાય પ્રખ્યાત કોમેડિયન કપિલ શર્મા અને પંજાબ સ્ટાર દિલજીત દોસાંઝ પણ મહત્વની ભૂમિકામાં છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
MahaKumbh 2025: મહાકુંભનો સમુદ્ર મંથન સાથે શું છે સંબંધ, જાણો તેનો ઇતિહાસ
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના ICUમાં ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ, ઉઠ્યા ગંભીર સવાલો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

Embed widget