Deepika on Ranveer: છૂટાછેડા લેવાની અફવાઓ બાદ દિપીકાએ રણવીર વિશે કરી આ ખાસ વાત, કહ્યું - "મને જોઈને..."
બોલીવુડનું પાવર કપલ ગણાતા રણવીર સિંહ અને દિપીકા પાદૂકોણ વિશે થોડા સમય પહેલાં એવા સમાચારો આવ્યા હતા કે આ કપલ છૂટાછેડા લેવાનું છે.
Deepika after separation rumours: બોલીવુડનું પાવર કપલ ગણાતા રણવીર સિંહ અને દિપીકા પાદૂકોણ વિશે થોડા સમય પહેલાં એવા સમાચારો આવ્યા હતા કે આ કપલ છૂટાછેડા લેવાનું છે. આ અટકળો કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં અને કેટલાક ટ્વિટના આધારે શરુ થઈ હતી. જો કે, રણવીર અને દિપીકાએ આ અટકળોને અફવા સાબિત કરતાં પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી. આ અટકળો બાદ દિપીકાએ પ્રથમ વખત પોતાના પતિ રણવીર વિશે વાત કરી છે.
છેલ્લા ઘણા સમયથી નથી મળ્યાં રણવીર-દિપીકાઃ
દિપીકાએ છૂટાછેડાની અફવાઓ શરુ થયા બાદ હવે રણવીર વિશે વાત કરી છે. એક મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિપીકાએ આ વાત પૂર્વ અભિનેત્રી અને ફિલાન્થ્રોપીસ્ટ મેઘન માર્કલ સાથે રેકોર્ડ કરેલા પોડકાસ્ટમાં કરી છે. દિપીકા હાલ પોતાના કામને લઈ ખુબ જ વ્યસ્ત છે. દિપીકાએ હાલમાં જ પેરીસ ફેશન વિકમાં એક જાણીતી બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યું હતું. ત્યારે હવે ઘણા સમય બાદ દિપીકા રણવીરને મળશે. આ દરમિયાન દિપીકાએ કહ્યું કે, "હું જ્યારે જઈશ ત્યારે રણવીર મને જોઈને ખુશ થશે."
કામની વ્યસ્તતા હોવાથી દૂર છે રણવીર-દિપીકાઃ
દિપીકાએ ખુલાસો કર્યો કે, તે અને રણવીર છેલ્લા ઘણા સમયથી કામના કારણે ઘરથી દૂર રહ્યા છે. આ અંગે દિપીકાએ કહ્યું કે, "રણવીર પોતાના મ્યુઝિક ફેસ્ટિવલના કામને લઈ એક અઠવાડીયાથી બહાર હતો અને હવે તે ઘરે પહોંચ્યો છે. હવે હું ઘરે જઈશ ત્યારે તે મારો ચહેરો જોઈને ખુશ થઈ જશે." આમ દિપીકાની આ વાત પરથી એ સાબિત થયું છે કે, તેમના છૂટાછેડાની અટકળો માત્ર એક અફવા જ હતી.
રણવીર 2012થી દિપીકાની સાથે છે....
થોડા સમય પહેલાં સમાચાર આવ્યા હતા કે, રણવીર અને દિપીકા વચ્ચે બધુ સામાન્ય નથી, આ બધુ ત્યારે શરુ થયું જ્યારે કેટલાક વાયરલ થયેલા ટ્વીટમાં દાવો કરાયો હતો કે, આ કપલનું લગ્નજીવન સમાપ્ત થવા જઈ રહ્યું છે. જો કે, ત્યાર બાદ રણવીરે એક વાત કરીને ઈશાર કર્યો હતો કે આ સમાચારો માત્ર એક અફવા છે. રણવીરે FICCIના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, "હું અને દિપીકા છેલ્લા 10 વર્ષથી સાથે છીએ. 2012માં અમે મળ્યાં હતાં અને ત્યારથી 2022 સુધી હું અને દિપીકા સાથે જ છીએ."