(Source: ECI/ABP News/ABP Majha)
ધર્મેન્દ્રની ખરાબ તબિયતના સમાચારનું ખુદ તેમણે જ ખંડન કર્યું, વીડિયો શેર કરીને કહી મજેદાર વાત
થોડા સમય પહેલાં અહેવાલ મળ્યા હતા બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની (Dharmendra) તબીયત ખરાબ થઈ છે.
થોડા સમય પહેલાં અહેવાલ મળ્યા હતા બોલીવુડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રની (Dharmendra) તબીયત ખરાબ થઈ છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં (hospitalized) દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ હવે આ સમાચારનું ખંડન ખુદ ધર્મેન્દ્રએ કર્યું છે. ધર્મેન્દ્રએ આજે સાંજે ટ્વીટર પર એક વીડિયો શેર કરીને પોતાના સ્વસ્થ તબિયત વિશે જાણકારી આપી હતી.
ઘર્મેન્દ્રના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવેલા વીડિયોમાં તેમણે કહ્યું કે, “હેલો મિત્રો, સકારાત્મક બનો. હકારાત્મક વિચારો. જીવન સકારાત્મક રહેશે. મૈં ચૂપ હૂં, બિમાર નહીં. કુછ ના કુછ ચલતા રહેતા હૈ.” તેમણે વીડિયોમાં પોતાનું ગીત પણ ગાયું કે, “બુરા મત સુનો, બુરા મત દેખો, બુરા મત સોચો. કાળજી લો, એકબીજાને પ્રેમ કરો. જીવન સુંદર બની જશે.”
અગાઉ, એવા અહેવાલો આવ્યા હતા કે ધર્મેન્દ્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર છે. ઈન્ડિયા ટુડે સાથે વાત કરતાં બોબી દેઓલે કહ્યું હતું કે તેમના પિતાની તબિયત સારી છે અને તેઓ ઘરે જ છે. બોબીએ કહ્યું હતું કે, “ધર્મેન્દ્ર એકદમ સ્વસ્થ છે. તે ઘરે છે અને તે આરામ કરી રહ્યા છે. તેઓ સ્વસ્થ છે. તમારા પ્રેમ અને સ્નેહ માટે તમારો ખૂબ ખૂબ આભાર,”
Friends, With Love to You All 💕. pic.twitter.com/o4mXJSBDyF
— Dharmendra Deol (@aapkadharam) June 6, 2022
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ધર્મેન્દ્રને એપ્રિલ મહિનામાં પીઠના સ્નાયુઓમાં ખેંચાણ આવ્યા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ ધર્મેન્દ્ર સ્વસ્થ થઈ ગયા હતા. પછી ધર્મેન્દ્રએ એક વીડિઓ શેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું કે, 'પોતાની જાતને વધુ સખત દબાણ ન આપવા અંગે મેં પાઠ શીખ્યો છે.'
ધર્મેન્દ્રની આવનારી ફિલ્મો વિશે વાત કરીએ તો, ધર્મેન્દ્ર ટૂંક સમયમાં કરણ જોહરની આગામી ફિલ્મ "રોકી ઔર રાની કી પ્રેમ કહાની"માં જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે.