Cyrus Mistry Death: કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોત બાદ દીયા મિર્જાનું આ ટ્વીટ થયું વાયરલ, જાણો શું લખ્યું...
તાજેતરમાં જ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું. સાયરસ મિસ્ત્રીએ મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો.
Dia Mirza On Cyrus Mistry Accident: તાજેતરમાં જ ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીએ દુનિયાને અલવિદા કહી દીધું. સાયરસ મિસ્ત્રીએ મુંબઈ-અમદાવાદ હાઈવે પર કાર અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો. સાયરસના મૃત્યુ પછી, સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દરમિયાન, સાયરસ મિસ્ત્રીના આકસ્મિક નિધન પર બોલિવૂડની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો હતો. સાયરસના નિધન પર શોક વ્યક્ત કરતાં બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝાએ લોકોને કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ પહેરવાની અપીલ કરી છે.
દિયા મિર્ઝાએ સાયરસ મિસ્ત્રીના નિધન પર શોક વ્યક્ત કર્યો
ઉલ્લેખનીય છે કે, સાયરસ મિસ્ત્રીનું નામ દેશની પ્રખ્યાત હસ્તીઓમાંથી એક હતું. ઘણા વર્ષો સુધી, સાયરસ મિસ્ત્રીએ ટાટા સન્સના ચેરમેન તરીકે સેવા આપી હતી. સાયરસ મિસ્ત્રીના મૃત્યુથી દરેકને આઘાત લાગ્યો છે. દરમિયાન, દિયા મિર્ઝાએ સાયરસ મિસ્ત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા લોકોને ખાસ વિનંતી કરી છે. સાયરસનું તાજેતરમાં કાર અકસ્માતમાં મૃત્યુ થયા બાદ, દિયા મિર્ઝાએ તેના ઓફિશીયલ ટ્વિટર હેન્ડલ પર એક ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં દિયાએ લખ્યું છે કે- "હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધાએ તમારો સીટ બેલ્ટ પહેરવો જ જોઈએ. ઉપરાંત, તમારા બાળકોને સીટ બેલ્ટ પહેરવાનું શીખવો. આ જીવનનું રક્ષણ કરે છે." આ રીતે દિયા મિર્ઝાએ લોકોને કારની મુસાફરી દરમિયાન સીટ બેલ્ટ પહેરવાની સલાહ આપી છે.
I beg you to wear your seat belts. Teach your children to wear seat belts. It saves lives 🙏🏻🙏🏻
— Dia Mirza (@deespeak) September 4, 2022
સોશિયલ મીડિયા પર દિયા મિર્ઝાના વખાણ થયાંઃ
સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં મૃત્યુને ધ્યાનમાં રાખીને દિયા મિર્ઝાએ જે રીતે લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે, સોશિયલ મીડિયા પર તમામ ફેન્સ દિયાના વખાણ કરી રહ્યા છે. સાથે જ, દિયા મિર્ઝાના આ ટ્વીટ સાથે સહમત થતા એક યુઝરે લખ્યું છે કે તમારા જેવા સેલેબ્સે ખરેખર મહત્વની બાબતો માટે પોતાનો અવાજ ઉઠાવવો જોઈએ.
આ પણ વાંચો...
Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?