Asia Cup: પાકિસ્તાન સામે હાર બાદ શું ફાઇનલમાં પહોંચી શકશે ભારત? જાણો સુપર-4નું સમીકરણ?
એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ હાર મળી છે. એશિયા કપ 2022ની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતુ.
નવી દિલ્હીઃ એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પ્રથમ હાર મળી છે. એશિયા કપ 2022ની સુપર-4ની મેચમાં પાકિસ્તાને ભારતને 5 વિકેટે હરાવ્યું હતુ. અગાઉ ગ્રુપ રાઉન્ડમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આજની મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ સાત વિકેટના નુકસાન પર 181 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 60 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 19.5 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મોહમ્મદ રિઝવાને 71 રન બનાવ્યા હતા. આ સિવાય મોહમ્મદ નવાઝે પણ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. સુપર-4ની ચાર ટીમોમાંથી માત્ર 2 ટીમો જ ફાઈનલમાં જઈ શકશે. સુપર-4માં દરેક ટીમે 3-3 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં હાર બાદ ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સમીકરણ નીચે મુજબ છે.
ટીમ ઈન્ડિયાએ 6 સપ્ટેમ્બરે બીજી મેચમાં શ્રીલંકા અને 8 સપ્ટેમ્બરે છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનનો સામનો કરવાનો છે. જો ટીમ બંને મેચ જીતી જશે તો તે ફાઈનલની રેસમાં રહેશે. શ્રીલંકાએ પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આવી સ્થિતિમાં જો તે ભારત સામે હારે છે અને પાકિસ્તાન સામે જીતે છે તો તેને પણ 4-4 પોઈન્ટ મળશે. આ દરમિયાન જો પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાનને હરાવશે તો ત્રણેય ટીમોના 4-4 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં ટોપ-2 રન રેટના આધારે નક્કી કરવામાં આવશે.
જો પાકિસ્તાન ત્રણેય મેચ જીતી જશે તો રસ્તો સરળ બની જશે.
ટીમ ઈન્ડિયા ઈચ્છે છે કે પાકિસ્તાન તેની બાકીની બંને મેચ જીતે. આ સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે પોતાની બંને મેચ જીતીને ટાઈટલ રાઉન્ડમાં સ્થાન મેળવવાનો રસ્તો સ્પષ્ટ થઇ જશે. આવી સ્થિતિમાં તેના 4 પોઈન્ટ હશે જ્યારે શ્રીલંકાના 2 અને અફઘાનિસ્તાનના ઝીરો પોઈન્ટ હશે. એશિયા કપમાં ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેણે સૌથી વધુ 7 વખત આ ખિતાબ જીત્યો છે. બીજી તરફ શ્રીલંકાએ 5 જ્યારે પાકિસ્તાન 2 વખત એશિયા કપ જીત્યો છે. આ ટૂર્નામેન્ટની 15મી સિઝન છે.
જો પાકિસ્તાનની ટીમ તેમની બાકીની મેચોમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાનને હરાવી દેશે તો તે ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ જો ભારતીય ટીમ શ્રીલંકા સામે જીતે છે અને અફઘાનિસ્તાન સામે હારે છે તો ત્રણેય ટીમોના 2-2 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રન રેટ મહત્વપૂર્ણ રહેશે. પરંતુ કેપ્ટન રોહિત શર્માને આ સ્થિતિ પસંદ પડશે નહીં.
IND vs PAK: આ 5 કારણો રહ્યા જેથી ભારત પાકિસ્તાન સામે હાર્યું, જાણો ક્યાં થઈ ટીમ ઈન્ડિયાની ચૂક
Gujarat congress: હરપાલસિંહ ચુડાસમાને ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખ બનાવાયા,જાણો વધુ વિગતો
Cyrus Mistry: રતન ટાટાએ સાયરસ મિસ્ત્રીને ચેરમેન પદેથી કેમ હટાવ્યા? જાણો શું હતો ટાટા-સાયરસ વિવાદ