Celebrities Wedding Update: વિક્કી અને કેટરિનાના લગ્ન અગાઉ ભારતના આ સ્ટાર ક્રિકેટરના લગ્નનું પ્લાનિંગ કરી ચૂકી છે આ વેડિંગ પ્લાનર કંપની
આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં વિક્કી અને કેટરિનાએ મહેમાનો માટે વેલકમ નોટ લખી છે
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને એક્ટર વિક્કી કૌશલના લગ્નની વિધિઓની શરૂઆત થઇ ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સાત ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની યોજાશે જ્યારે નવ ડિસેમ્બરના રોજ બંન્નેના લગ્ન યોજાશે. કેટરિના અને વિક્કી પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે કોઇ કસર છોડી રહ્યા નથી. પ્રી-વેડિંગ ફંક્શન્સથી લઇને હનીમૂન પ્લાન્સ સુધી, કપલ પોતાના લગ્નને એક પરીકથા બનાવવા માટે કોઇ કસર છોડી રહ્યું નથી.
સોશિયલ મીડિયા પર એક વેલકમ નોટ્સ વાયરસ થઇ રહી છે જેમાં વિક્કી અને કેટરિનાના વેડિંગ પ્લાનરને એક સંદેશ સાથે મહેમાનોનું અભિવાદન કરતા વાંચી શકાય છે. વેલકમ નોટમાં લગ્ન દરમિયાન મહેમાનોએ શું કરવું અને શું ના કરવું તેની વાત કરવામાં આવી છે
આ મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં વિક્કી અને કેટરિનાએ મહેમાનો માટે લખ્યું છે કે અમને આશા છે કે તમે જયપુરથી રણથંભોરની રોડ ટ્રીપનો આનંદ લીધો હશે. તમે રિફરેશમેન્ટનો આનંદ લો. આરામ કરો અને મસ્તીભર્યા અને રોમાંચક સાહસિકકાર્ય માટે પોતાને તૈયાર કરો. સાથે વિક્કી અને કેટરિનાએ આ નોટમાં મહેમાનો પોતાના મોબાઇલ ફોન તેમની રૂમમાં જ છોડવાની અપીલ કરી છે. મેસેજમાં લખવામાં આવ્યું છે કે અમે તમને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરી તમારો ફોન તમારા રૂમમાં જ છોડી દેવો અને કોઇ પણ સમારોહ અને કાર્યક્રમ માટે તસવીરો પોસ્ટ કરવી અથવા સોશિયલ મીડિયાના ઉપયોગથી બચવું જોઇએ. અમે તમને જોવાની વધુ રાહ જોઇ શકતા નથી. Shaadi Squad..
વિક્કી અને કેટરિનાએ પોતાના લગ્નના પ્લાનિંગ માટે વેડિંગ પ્લાનર કંપની Shaadi Squadને હાયર કરી છે. આ એજ કંપની છે જેને અનુષ્કા શર્મા અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ઇટાલીમાં પોતાના લગ્ન માટે અને પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે સગાઇ સમારોહ માટે હાયર કરી હતી. આ કંપનીએ જ વરુણ ધવન અને નતાશા દલાલના અલીબાગમાં લગ્નનું પ્લાનિંગ કર્યું હતું.
અનુષ્કા શર્માએ વેડિંગ પ્લાનર કંપનીએ એક પોસ્ટ શેર કરી હતી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે અમારા જીવનની સૌથી યાદગાર અવસરને શાંતિપૂર્ણ અને સુંદર બનાવવા માટે જવાબદાર લોકો.. અમારા વેડિંગ પ્લાનર @shaadisquad"।