(Source: ECI/ABP News/ABP Majha)
Box Office: દ્રશ્યમ 2 જ નહીં 2022ની આ ફિલ્મો પણ ઓપનિંગ વીકેન્ડમાં રહી છે જબરદસ્ત, જુઓ લિસ્ટ....
આ લિસ્ટમાં કેટલીય એવી ફિલ્મો છે જેને પોતાના ઓપનિંગ વીકેન્ડમાં કલેક્શન મામલામાં ધમાલ મચાવી દીધી હતી. કરો આ મૂવીઝ પર એક નજર........
Movies Opening Weekend Collection: આ વર્ષે કેટલીય એવી ફિલ્મો બૉક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ છે, આ લિસ્ટમાં કેટલીય એવી ફિલ્મો છે જેને પોતાના ઓપનિંગ વીકેન્ડમાં કલેક્શન મામલામાં ધમાલ મચાવી દીધી હતી. કરો આ મૂવીઝ પર એક નજર........
દ્રશ્યમ 2 -
બૉલીવુડ સુપર સ્ટાર એક્ટર અજય દેવગનની ફિલ્મ 'દ્રશ્યમ 2'ની બૉક્સ ઓફિસ ધમાલ યથાવત છે. ફિલ્મએ ઓપનિંગ વીકેન્ડમાં કેલક્શન 64.14 કરોડ રૂપિયાની નજીકનુ કરી લીધુ છે. 'દ્રશ્યમ 2' જ નહીં આ વર્ષે આ ફિલ્મોએ પણ વીકેન્ડ કલેક્શન મામલે ધમાલ મચાવી છે. જુઓ...
બ્રહ્માસ્ત્ર -
અયાન મખર્જીની રણવીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની ઓપનિંગ વીકેન્ડ એકદમ જબરદસ્ત રહી હતી, ફિલ્મએ ઓપનિંગ વીકેન્ડમાં 120.75 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને બતાવ્યો હતો, જેને કેટલાય રેકોર્ડ્સને તોડી નાંખ્યા હતા.
ભૂલ ભૂલૈયા -
કાર્તિક આર્યન અને કિયાર અડવાણીની હૉરર કૉમેડી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા'નું ઓપનિંગ વીકેન્ડ 55.96 કરોડ રૂપિયા રહ્યું હતુ.
રામસેતુ -
અક્ષય કુમારની ફિલ્મ 'રામસેતુ'નુ બૉક્સ ઓફિસ પર ઓપનિંગ વીકેન્ડ કમાલનુ રહ્યું હતુ, ફિલ્મએ ઓપનિંગ વીકેન્ડમાં 55.48 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને બતાવ્યો હતો.
સમ્રાટ પૃથ્વીરાજ -
અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ભલે બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઇ, પરંતુ ફિલ્મએ પોતાના ઓપનિંગ વીકેન્ડમાં 39.40 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને બતાવ્યો હતો.
ગંગુબાઇ કાઠિયાવાડી -
આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઇ કાઠિયાવાડી'ની ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 39.12 કરોડ રૂપિયા રહ્યું છે.
લાલ સિંહ ચઢ્ઢા -
આમિર ખાન અને કરિના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાએ ઓપનિંગ વીકેન્ડમાં 39.12 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને બતાવ્યો હતો, જોકે આગળ જઇને ફિલ્મની કમાણી ખુબ ધીમી થઇ ગઇ હતી, અને મૂવી બૉક્સ ઓફિસ પર ફ્લૉપ રહી હતી.
વિક્રમવેધા -
સુપરસ્ટાર ઋત્વિક રોશન અને સૈફ અલી ખાનની ફિલ્મ 'વિક્રમવેધા'ની ઓપનિંગ વીકેન્ડ કલેક્શન 36.93 કરોડ રૂપિયાનુ રહ્યું છે.
11માં દિવસે ‘દ્રશ્યમ 2’ની ધમાલ યથાવત -
સુપરસ્ટાર અજય દેવગનની ‘દ્રશ્યમ 2’એ વખતે તમામને પોતાની સસ્પેન્સ થ્રિલર ફિલ્મથી જકડી રાખ્યા છે. એટલુ જ નહીં 50 કરોડના બજેટમાં બનેલી ‘દ્રશ્યમ 2’ હવે બ્લૉક બસ્ટર બની ગઇ છે. આ બધાની વચ્ચે 11મો જ દિવસ પણ ફિલ્મ માટે દમદાર રહ્યો. બૉક્સ ઓફિસ ઇન્ડિયાના રિપોર્ટનુ માનીએ તો ડાયરેક્ટર અભિષેક પાઠકની ‘દ્રશ્યમ 2’એ રિલીઝની બીજા મન્ડેને બૉક્સ ઓફિસ પર 5.25-5.50 કરોડની વચ્ચે કમાણી કરી લીધી છે. જોકે રવિવારની સરખામણીમાં ‘દ્રશ્યમ 2’ના કલેક્શનમાં કાપ થયો છે, પરંતુ 11મા દિવસ સુધી એકદમ બરાબર છે.