Esmayeel Shroff Death: જાણીતા ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફનું નિધન, લાંબા સમયથી હતા બિમાર, 65 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
જાણકારી અનુસાર ઇસ્માઇલ શ્રોફ છેલ્લા કેટલાય સમયથી બિમાર હતાં, અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. ઇસ્માઇલ શ્રોફ એક એન્જિનીયર વિદ્યાર્થી હતા,
Esmayeel Shroff Death: બૉલીવુડના જાણીતા ડાયરેક્ટર ઇસ્માઇલ શ્રોફનુ નિધન થયાના સમાચાર સામે આવ્યા છે. ઇસ્માઇલ શ્રોફે બુધવારે રાત્રે મુંબઇની કોકિલાબેન ધીરુભાઇ અંબાણી હૉસ્પીટલમાં 65 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ઇસ્માઇલ શ્રોફના નિધનથી ફિલ્મ સ્ટાર્સ ખુબ દુઃખી છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ઇસ્માઇલ શ્રોફે બુલંદી, થોડી સી બેવફાઇ, સૂર્યા જેવી અનેક ફિલ્મો ડાયરેક્ટ કરી છે.
જાણકારી અનુસાર ઇસ્માઇલ શ્રોફ છેલ્લા કેટલાય સમયથી બિમાર હતાં, અને તેમની સારવાર પણ ચાલી રહી હતી. ઇસ્માઇલ શ્રોફ એક એન્જિનીયર વિદ્યાર્થી હતા, અને તેમને Tiruchirappalli માંથી સાઉન્ડ એન્જિનીયરિંગની ડિગ્રી હાંસલ કરી હતી. પછી તે કેરિયર બનાવવા માટે મુંબઇ આવી ગયા હતા, કેરિયરની શરૂઆત તેમને એક આર્ટિસ્ટ તરીકે કરી હતી. પદ્મિની કોહલાપુરેએ ઇસ્માઇલ શ્રોફની સાથે થોડી સી બેવફાઇ અને આહિસ્તા જેવી ફિલ્મો પર કામ કર્યું છે.
ઇસ્માઇલ શ્રોફનું નિધન, લાંબા સમયથી હતા બિમાર, 65 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
बॉलीवुड के फेमस निर्देशक इस्माइल श्रॉफ का बुधवार को मुंबई में निधन हो गया.@ravijain0701#EsmayeelShroff #EsmayeelShroffPassedAwayhttps://t.co/z9faqDYJqv
— ABP News (@ABPNews) October 26, 2022
થોડી સી બેવફાઇમાં કર્યો હતો ડેબ્યૂ
ફિલ્મ થોડી સી બેવફાઇમાં ઇસ્માઇલ શ્રોફએ પોતાનો ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મ સુપરહીટ થઇ હતી. જેના પછીથી આ ડાયરેક્ટરએ કદી પાછળ ફરીને જોયું નથી. પોતાની પહેલી ફિલ્મથી જ તેમણે સાબિત કરી દીધું કે તેમનું કામ બોલે છે. ઇસ્માઇલને ફિલ્મજગતથી પ્રેમ હતો. શરૂઆતથી જ તેઓ આ ઇન્ડસ્ટ્રીનો ભાગ બનવા ઇચ્છતા હતાં. તેમની થોડી સી બેવફાઇ ફિલ્મમાં રાજેશ ખન્ના, શબાના આઝમી અને પદ્મિની કોહલાપુરેએ રોલપ્લે કર્યો હતો.
Sad to know about the demise of ace filmmaker Esmayeel Shroff ji at the age of 82 in Mumbai.
— Ashoke Pandit (@ashokepandit) October 26, 2022
Had directed many hits including Ahista Ahista, Bulandi, Thodi Si Bewafai, Surya etc .
It’s another big loss to the film industry . Heartfelt condolences to his family .
ॐ शांति !
🙏 pic.twitter.com/3Wvt1t6QeW