'સની અહંકારી છે, મારી ફિલ્મ અધવચ્ચેથી છોડી, પૈસા પાછા આપતો નથી' - જાણીતા ફિલ્મ પ્રૉડ્યૂસરે સની દેઓલ પર લગાવ્યા ગંભીર આરોપ
ફિલ્મ ડિેરેક્ટર અને પ્રૉડ્યુસર સુનિલ દર્શને એક ઈન્ટરવ્યુ દરમિયાન સની દેઓલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સની દેઓલે તેની સાથે છેતરપિંડી કરી છે,
મુંબઇઃ એકસમય હતો જ્યારે દિગ્ગજ ફિલ્મ નિર્માતા સુનિલ દર્શન અને સ્ટાર એક્ટર સની દેઓલની જોડી હીટ હતી, બન્ને એકસાથે કામ કર્યુ, અનેક ફિલ્મો હિટ આપી, ઇન્તકામ, લૂંટેરે અને અજય જેવી ફિલ્મોમાં બન્નેએ સાથે કામ કર્યુ, અને હવે એક ઘટના એવી ઘટી છે, જે પછી બન્ને સેલેબ્સ એકબીજાની સામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. ફિલ્મ ડિરેક્ટર સુનિલ દર્શને સની દેઓલ પર આરોપ લગાવ્યો છે કે તેને ફિલ્મ અધવચ્ચેથી છોડી દીધી છે અને પૈસા પણ પરત નથી કર્યા. આ વાતનો ખુલાસો ખુદ સુનિલ દર્શને કર્યો છે.
ફિલ્મ ડિેરેક્ટર અને પ્રૉડ્યુસર સુનિલ દર્શને એક ઈન્ટરવ્યુ દરમિયાન સની દેઓલ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે, સની દેઓલે તેની સાથે છેતરપિંડી કરી છે, તેનામાં ઘણો અહંકાર છે. તેમને કહ્યું સની દેઓલ ખુબ જ અહંકાર વ્યક્તિ છે, 26 વર્ષ પછી પણ હું હજી પણ તેમની સાથે વિવાદમાં છું. અગાઉ તેઓએ મારા પૈસા પાછા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ પછી તેણે કહ્યું કે તેની પાસે પૈસા નથી તેથી મારે તેની સાથે ફિલ્મ કરવી જોઈએ.
આ મામલાને લઇને સુનિલે કહ્યું કે, હાલ આ મામલો ભારતના નિવૃત્ત ચીફ જસ્ટિસ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. સનીએ અગાઉ કહ્યુ હતું કે તે મારા પૈસા પરત કરી દેશે, પરંતુ હજુ સુધી આપ્યા નથી. તેને કહ્યું હતુ કે પૈસા પરત કરવા માટે પૈસા નથી, તેથી તે મારા માટે ફિલ્મ કરશે. હું તેના ભાઈ બોબી દેઓલ સાથે પણ કામ કરતો હતો. મેં તેની સાથે બેક ટુ બેક ત્રણ ફિલ્મો કરી. મને તેની સાથે કોઈ વાંધો નહોતો. મેં વિચાર્યું કે કોઈ ભૂલ કરીને તેને સુધારી શકે છે. પણ તેણે મને મૂર્ખ બનાવ્યો. સનીએ મારી સાથે છેતરપિંડી કરી.
વધુમાં નિર્માતા સુનિલે એમ પણ કહ્યું હતુ કે સની દેઓલે પહેલા ફિલ્મ કરવાની વાત કરી, પરંતુ બાદમાં તેણે ફિલ્મની તારીખો આગળ વધારીને છટકી ગયો હતો, અમે સનીને કાનૂની નૉટિસ પણ મોકલી છે. નિર્માતા સુનીલ દર્શન અને સની દેઓલ વચ્ચે આ લડાઈ વર્ષ 1996 થી અત્યાર સુધી ચાલી રહી છે. 1996માં જ્યારે સુનીલ દર્શન દિગ્દર્શિત સની દેઓલની ફિલ્મ અજય રીલિઝ થઈ હતી.