શોધખોળ કરો
Advertisement
હોટલની રૂમમાં જૂનિયર આર્ટિસ્ટે ટેલિવૂડ અભિનેત્રી ડ્રગ્સ આપ્યું પછી તેની સાથે.........
પ્રેગ્નેન્સીની જાણ થયા બાદ અભિનેત્રીએ આરોપીને તેની સાથે લગ્ન કરવા માટે પણ કહ્યું હતું પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.
મુંબઈ: ‘કહાની ઘર ઘર કી’, ‘દેશ મેં નિકલા હોગા ચાંદ’ અને સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ જેવા પોપ્યુલર ટીવી શોમાં કામ કરી ચૂકેલી એક અભિનેત્રીએ જૂનિયર આર્ટિસ્ટ કે જે તેનો સારો મિત્ર પણ છે તેણે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લગાવ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે, દુષ્કર્મ આચર્યા બાદ તેને ગર્ભ પણ રહી ગયો છે.
સમગ્ર ઘટના અંગે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે, જૂનિયર આર્ટિસ્ટ કે જે હરિયાણાના યમુનાનગરનો રહેવાસી છે તે 13મી ઓક્ટોબરે તેને એક હોટલમાં લઈ ગયો હતો જ્યાં બંને સાથે રહ્યા હતા અને આરોપીએ દુષ્કર્મ આચર્યાં પહેલા તેને ડ્રગ્સ પણ આપવામાં આવ્યું હતું. ઘટના બાદ તે પ્રેગ્નેન્ટ થઈ છે.
પ્રેગ્નેન્સીની જાણ થયા બાદ અભિનેત્રીએ આરોપીને તેની સાથે લગ્ન કરવા માટે પણ કહ્યું હતું પરંતુ તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. ઘટના બાદ આરોપી હાલ ફરાર છે. અભિનેત્રીએ તેની સામે યમુનાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અભિનેત્રીએ વધુમાં કહ્યું હતું કે, આરોપીનો પરિવાર સમગ્ર ઘટના વિશે જાણ છે તેમ છતાં તેણે મદદ કરવાનો ઈનકાર કરી દીધો હતો. તેણે કહ્યું હતું કે, મુંબઈમાં મુલાકાત દરમિયાન તેઓ મિત્ર બન્યા હતા અને ઘણા શોમાં સાથે કામ પણ કર્યું હતું. પોલીસે હાલ આરોપીને ફરાર આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement