સોનુ સૂદને જોતા જ પાગલ થયા ફેન્સ, કરી દીધો રૂપિયાનો વરસાદ, અભિનેતાએ આપી પ્રતિક્રિયા
Acharya Film : લોકડાઉન સમયે ગરીબ લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ માટે લોકોને જે માન સન્માન અને પ્રેમ જાગ્યો છે તે હજી પણ યથાવત છે. સોનુ સૂદને મોટા પડદા પર જોતા જ તેમના ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.
Sonu Sood Video: લોકડાઉન સમયે ગરીબ લોકોની મદદ કરનાર અભિનેતા સોનુ સૂદ માટે લોકોને જે માન સન્માન અને પ્રેમ જાગ્યો છે તે હજી પણ યથાવત છે. સોનુ સૂદને મોટા પડદા પર જોતા જ તેમના ફેન્સ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. સોનુ સૂદને ફિલ્મ ‘આચાર્ય’માં જોતા જ ફેન્સ પોતાના ભાવનાઓને કંટ્રોલ ન કરી શક્યા અને હોલમાં નોટોનો વરસાદ શરૂ કરી દીધો.
Thank you so much to my lovely fans who I proudly call my family for doing this for me. I don't deserve this kind of love, but your kindness keeps me going to do better.
— sonu sood (@SonuSood) April 30, 2022
Humbled 🙏
Love you all ❣️ pic.twitter.com/Pp4B2Rk82J
અભિનેતાએ શેર કર્યો વીડિયો
સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી અને રામ ચરણની ફિલ્મ ‘આચાર્ય’માં સોનુ સૂદ શાનદાર એક્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. એક્ટરે ટ્વિવટર પર ફેન્સનો આભાર પ્રગટ કરવા એક વીડિયો શેર કર્યો છે. તેમા અભિનેતાએ લખ્યું કે, તેમને લાગે છે કે, તે આ રીતના પ્રેમ માટે લાયક નથી, પરંતુ તેઓ માને છે કે, આ તેમને વધુ સારુ કામ કરવા માટે પ્રેરિત કરે છે.
હવામાં નોટો ઉડતી જોવા મળી
વીડિયોની શરુઆત એક થિયેટરમાં ‘આચાર્ય’ની સ્ક્રીનિંગની એક ક્લિપથી થઈ, જેમા સોનુ સૂદની એન્ટ્રી પર એક્સાઈમેન્ટ જાહેર કરવાની સાથે સાથે નોટ હવામાં ઉડાવ્યા હતા. સોનુ આ ફિલ્મમાં બસવા વિલનનો રોલ નિભાવ્યો છે. વીડિયામાં નોટોના વરસાદમાં સ્કીન કવર નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર સોનુની આ દિવાનગી ખુબ વાઈરલ થઈ રહી છે.
સોનુના કટઆઉટની આરતી
વીડિયોની બીજી ક્લિપમાં ફેન્સ સોનુના એક મોટા કટ આઉટ સામે ઢોલ વગાડતા જોવા મળી રહ્યા છે. તેમણે સોનુના કટઆઉટને એક મોટી માળા પહેરાવી અને તેમના માથા પર તિલક કરતા પહેલા તેમના પર દૂધનો અભિષેક કર્યો. તેમણે ફટાકડા ફોડતા પહેલા સોનુના કટઆઉટની આરતી પણ ઉતારી.