શોધખોળ કરો
Advertisement
ખેડૂત આંદોલન મુદ્દે કયા સુપરસ્ટાર એક્ટરે કંગનાને ઝાટકીને કહી દીધુ કે તને ખબર ના પડે, બોલ બોલ ના કરીશ.....
બૉલીવુડ એક્ટ્રેસ કંગનાને ખેડૂત આંદોલન મુદ્દે હવે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે ઝાટકી નાંખી છે
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનના આજે અગિયારમો દિવસે છે, છેલ્લા અગિયાર દિવસથી ખેડૂતો કૃષિ બિલને લઇને સરકાર સામે પોતાની માંગોને પુરી કરવા અડ્યા છે. જોકે, દેશમાં એક વર્ગ ખેડૂતોના સમર્થનમાં છે અને બીજો વર્ગ ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહ્યો છે. હવે આની અસર ફિલ્મ સેલેબ્સ પર પડી રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ કંગનાને ખેડૂત આંદોલન મુદ્દે હવે ભોજપુરી સુપરસ્ટાર ખેસારી લાલ યાદવે ઝાટકી નાંખી છે.
ભોજપુરી સુપર સ્ટાર ખેસારી લાલ યાદવે કંગનાના નિવેદન પર ગુસ્સો ઠાલવ્યો છે, તેને કંગનાને ઝાટકતા એક ટ્વીટ કર્યુ, લખ્યું- એ ભાઇ, ઇ કંગના કે કુછ ના બુઝાઇ. ન સમજ આવે આમ, ન બુઝાયે મૂલી.... એ ખાલી હર બાત પે જુબાન ખુલી.... કિસાન લોગિન કે આજ સબકે સાથ કે જરૂરત બા, સબ ગોટા મિલ કે બોલીઃ જય જવાન-જય કિસાન. બાકી સબ ખેસારી કે પ્રણામ વા.
આ ઉપરાંત બીજા એક ટ્વીટમાં ખેસારી લાલ યાદવે ખેડૂતોને પોતાનુ સમર્થન આપ્યુ છે. તેમને લખ્યું- ખેડૂતોને આપણા સાથની જરૂર છે, આપણે બધા તેમની સાથે ઉભા છીએ, ખેડૂતોની માંગો યોગ્ય છે, વિરોધની રીત યોગ્ય છે, આશા છે કે સરકાર તેમની માંગો માનશે.
(ફાઈલ તસવીર)
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા કંગના અને દિલજીત દોસાંજ ખેડૂત આંદોલનના મુદ્દે ટ્વીટર પર ઝઘડી પડ્યા હતા. બન્નેએ એકબીજાને હદ વટાવીને એટેક કર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
દુનિયા
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion