Adil Khan : રાખી સાવંતના પતિ આદિલ પર રેપની ફરિયાદ, ઈરાની વિદ્યાર્થીનીએ નોંધાવી FIR
બોલીવૂડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતના પતિ આદિલ ખાનની સામે રેપની ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે ઈરાનની એક વિદ્યાર્થીએ આદિલ પર રેપની ફરિયાદ નોંધાવી છે.
Rakhi Sawant Husband Adil Khan: બોલીવૂડ એક્ટ્રેસ અને ડ્રામા ક્વિન રાખી સાવંતના પતિ આદિલ ખાનની સામે રેપની ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે ઈરાનની એક વિદ્યાર્થીએ આદિલ પર રેપની ફરિયાદ નોંધાવી છે. આદિલ સામે ઈરાની યુવતીએ પોલીસમાં ફરિયાદ રાખી સાવંતના પતિ આદિલ વિરુદ્ધ મૈસુરમાં ફરિયાદ નોંધાવી છે. આદિલ સામે ઈરાનની એક વિદ્યાર્થીનીએ મૈસૂરના વીવી પુરમ સ્ટેશનાં રેપની ફરિયાદ નોંધાવી છે. આદિલ સામે ફરિયાદ આઈપીસીની ધારા 376, 417,420, 504 અને 506 અંતર્ગત નોંધાઈ છે. મીડિયા અહેવાલ અનુસાર, ઈરાનથી એક વિદ્યાર્થીની મૈસૂરમાં ડોક્ટર ઓફ ફાર્મસીનો અભ્યાસ કરવા ભારત આવી હતી. તે યુવતી આદિલ ખાનને ડેઝર્ટ લેબ ફૂડ અડ્ડામાં મળી હતી. આદિલ તે ફૂડ આઉટલેટનો માલિક હતો. ધીમે-ધીમે બંનેની નિકટતા ઘણી વધી ગઈ હતી. ફરિયાદ મુજબ, ઈરાની વિદ્યાર્થીનીએ આદિલ પર આરોપ લગાવ્યો છે કે તેણે લગ્નનો વાયદો કરી મૈસૂરના એક એપાર્ટમેન્ટમાં તેની સાથે રેપ કર્યો, જ્યાં તેઓ સાથે રહેતા હતા. જાણકારી મુજબ ઈરાની યુવતીએ 5 મહિના પહેલા જ્યારે આદિલ સાથે લગ્ન કરવાની વાત કરી તો તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દિધો અને કહ્યું કે તેના જેવી ઘણી છોકરીઓ સાથે તેના આ પ્રકારના સંબંધો છે.
જ્યારે યુવતીએ આદિલને ધમકી આપી કે તે પોલીસમાં ફરિયાદ કરવા જઈ રહી છે, તો તેણે સ્નેપચેટ પર બે મોબાઈલ નંબરથી યુવતીની કેટલીક ઈન્ટિમેટ તસવીરો તેને મોકલી હતી. યુવતીએ પોતાની ફરિયાદમાં બંને ફોન નંબરનો પણ ઉલ્લેખ કર્યો છે. આદિલે યુવતીને ધમકી આપતા કહ્યું કે તે આ તસવીરોને સોશિયલ મીડિયા પર શેર કરી દેશે અને તેના માતા-પિતાને પણ મોકલી દેશે. તેણે ધમકી પણ આપી હતી કે જો તેની સામે કોઈ ફરિયાદ કરશે તો તે તેને જાનથી મારી નાખશે.
રાખી સાવંતે પણ આદિલ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. રાખીનો દાવો છે કે આદિલ તેની સાથે ખરાબ વ્યવહાર કરતો હતો. તેને નિર્દયતાથી મારતો હતો. રાખીએ આદિલ પર એવો પણ આરોપ લગાવ્યો છે કે આદિલના અન્ય ઘણી છોકરીઓ સાથે અફેર છે. રાખીની ફરિયાદ બાદ આદિલને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. હવે આદિલ સામે રેપની ફરિયાદ નોંધવામાં આવી છે.
ડ્રામા ક્વિન તરીકે જાણીતી રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની પર એક્સ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે, તેનું કોઈ અન્ય યુવતી સાથે અફેર હતું. જો આદિલ સુધરશે નહીં તો તે તેને ખુલ્લો પાડશે. યુવતીનું નામ અને ફોટો-વિડિયો પણ જાહેર કરવામાં આવશે. આદિલ ખાને એક્ટ્રેસની ઈચ્છા પ્રમાણે ન કર્યું તો તેણે તે યુવતીનું નામ સાર્વજનિક કરી દીધું હતું.