શોધખોળ કરો
બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાનના ભાઈ અરબાઝ અને સોહેલ સામે કેમ નોંધાઈ FIR, જાણો વિગતે
દુબઈથી પરત ફર્યા બાદ હોટલમાં ક્વોરન્ટાઈન થવાના નિર્દેશની ઐસી તૈસી કરીને ત્રણ તેમના ઘરમાં ગયા હોવાની ખબર પડ્યા બાદ બીએમસીના અધિકારીએ FIR નોંધાવી હતી.

મુંબઈઃ દેશમાં કોરોનાનો સૌથી વધુ કહેર મહાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. અનલોકમાં છૂટ આપ્યા બાદ અનેક બોલિવૂડ એક્ટર્સે વિદેશમાં રજા ગાળી અથવા શૂટિંગ કર્યા છે. ઘણા સ્ટાર્સે લોકડાઉન નિયમોનું પાલન કર્યુ હતું. પરંતુ અમુક સ્ટાર્સે આ દરમિયાન બેદરકારી પણ દર્શાવી હતી. આવું જ કઇંક સલમાન ખાનના ભાઈ સોહેલ ખાન અને અરબાઝ ખાને કર્યુ છે.
સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન, સોહેલ ખાન અને સોહેલ ખાનના દિકરા સામે બીએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19 નિયમોના ઉલ્લંઘન બાદ ત્રણેયને મુંબઈની બાંદ્રા સ્થિત તાજ લેંડ્સ એન્ડ હોટલમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. આ હોટલ તેમના બાંદ્રા પાલી સ્થિત નિવાસ સ્થાનથી ઘણી નજીક છે.
બીએમસીના મેડિકલ ઓફિસર સંજય ફુંદેએ ત્રણેય સામે એફઆઈઆર નોંધાવી હતી. આ ઓફિસરે એબીપી ન્યૂઝને જણાવ્યું કે, ત્રણેયને તાજ લેંડ્સ એન્ડ હોટલમાં રાત્રે 10 વાગે ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. હાલ ત્રણેયને એક સપ્તાહ સુધી ફરજીયાત ક્વોરન્ટાઈ રહેવું પડશે. જે બાદ આગળની સ્થિતિ જોઇને ક્વોરન્ટાઈનનો ગાળો વધારવો કે નહીં તેનો નિર્ણય લેવાશે.
દુબઈથી પરત ફર્યા બાદ હોટલમાં ક્વોરન્ટાઈન થવાના નિર્દેશની ઐસી તૈસી કરીને ત્રણ તેમના ઘરમાં ગયા હોવાની ખબર પડ્યા બાદ બીએમસીના અધિકારીએ FIR નોંધાવી હતી. આ પહેલા પણ અરબાઝ માસ્ક ન પહેરવાને લઈ સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો.
Makar Sankranti 2021: મકરસંક્રાંતિ ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ, બની રહ્યો છે વિશેષ સંયોગ
આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી મચ્યો હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
રાજકોટ
Advertisement