Gadar 2 Box Office Collection Day 12: સની દેઓલની ફિલ્મ Gadar 2 એ કરી 400 કરોડ રૂપિયાની કમાણી, તોડ્યા અનેક રેકોર્ડ્સ
Gadar 2 Box Office Collection Day 12: અનિલ શર્મા દ્ધારા નિર્દેશિત ગદર 2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે
Gadar 2 Box Office Collection Day 12: કોરોના લોકડાઉન પછી બોલિવૂડે કેવું જબરદસ્ત કમબેક કર્યું છે. 2023માં પઠાણ સાથે બોક્સ ઓફિસની સફળતા શરૂ થઇ હતી. ઓગસ્ટ બોલિવૂડ માટે સફળ રહ્યો છે. આમાં સૌથી મોટી સફળતા સની દેઓલની ફિલ્મ ગદર 2ને મળી છે. બોક્સ ઓફિસ પર તેની જબરદસ્ત કમાણીએ બધાને ચોંકાવી દીધા છે.
12માં દિવસે ગદર 2 એ કેટલી કમાણી કરી?
22 વર્ષ પછી પરત ફર્યા બાદ તારા સિંહ આટલી ધૂમ મચાવશે તેવું કોઇએ વિચાર્યુ નહોતું. અનિલ શર્મા દ્ધારા નિર્દેશિત ગદર 2 એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. ફિલ્મે 12 દિવસમાં 400 કરોડનું કલેક્શન કર્યું છે. ગદર 2 સની દેઓલની પ્રથમ 400 કરોડની ફિલ્મ બની હતી. સનીની ફિલ્મે મંગળવારે લગભગ 11.50 કરોડની કમાણી કરી લીધી છે. જે સહિત ગદર 2 400 કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે.
ગદર 2 પઠાણને ટક્કર આપી રહી છે
ગદર 2 પહેલા પઠાણ 400 કરોડની કમાણી કરનાર સૌથી ઝડપી હિન્દી ફિલ્મ હતી. હવે ગદર 2 એ પઠાણના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. બંને ફિલ્મોએ 12 દિવસમાં 400 કરોડની કમાણી કરી લીધી છે. બીજી તરફ, બાહુબલી 2 (હિન્દી) એ 14 દિવસમાં 400 કરોડ ક્લબમાં એન્ટ્રી મેળવી લીધી છે. KGF 2 (હિન્દી) એ 23માં દિવસે 400 કરોડ ક્લબમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ સનીની ફિલ્મે વિશ્વભરમાં 500 કરોડની કમાણી કરી છે. ગદર 2 એ કમાણીમાં ઘણી મોટી બ્લોકબસ્ટર ફિલ્મોને માત આપી છે. સનીની ફિલ્મ શાહરૂખ ખાનની 'પઠાણ'ને ટક્કર આપી રહી છે.
ફિલ્મ રિલીઝ થયા બાદ પણ સની દેઓલ અને અમીષા પટેલ પ્રમોશનમાં વ્યસ્ત છે. વિદેશમાં પણ ચાહકો ગદર 2ના દિવાના છે. ત્યાં 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવવામાં આવી રહ્યા છે. લોકોનો આવો પ્રેમ જોઈ સની દેઓલ પણ ખુશ થયો હતો. એત ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તે પોતે પણ નથી જાણતો કે લોકો હજુ પણ તેને આટલો પ્રેમ કરે છે. જ્યારથી સનીની ગદર 2 સુપરહિટ બની છે ત્યારથી નિર્માતાઓ તેની સફળતાનો લાભ ઉઠાવવામાં વ્યસ્ત છે. સનીની આ ફિલ્મની સિક્વલ બનવાના અહેવાલો છે. જોકે અભિનેતાએ હજુ સુધી કોઈ નવો પ્રોજેક્ટ સાઈન કર્યો નથી. ગદર 2 ની સુપર સફળતા પછી ચાહકો અભિનેતાને ફરીથી સ્ક્રીન પર જોવાની રાહ જોઈ રહ્યા છે.