Hamare Baarah Release: 'હમારે બારહ'ને મળી મોટી રાહત, બોમ્બે હાઇકોર્ટે ફિલ્મ રીલિઝને આપી મંજૂરી
Hamare Baarah Release: ‘હમારે બારહ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ પર એક વિશેષ ધર્મની ભાવનાઓનુ અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો જેના કારણે કોર્ટે તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
Humare Barah Release: ‘હમારે બારહ’ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મ પર એક વિશેષ ધર્મની ભાવનાઓનુ અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો જેના કારણે કોર્ટે તેની રિલીઝ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જોકે, અન્નુ કપૂરની ફિલ્મ માટે કાનૂની લડાઈ લડ્યા બાદ હવે તેને બોમ્બે હાઈકોર્ટમાંથી ક્લીનચીટ મળી ગઈ છે.
વાસ્તવમાં કોર્ટે ફિલ્મ ‘હમારે બારહ’ની રિલીઝને મંજૂરી આપી દીધી છે. નિર્માતાઓ ફિલ્મમાં કેટલાક ફેરફારો માટે સહમત થયા છે. આ પછી અરજકર્તાઓ પણ ફેરફારો કર્યા પછી રીલિઝ સામે વાંધો નહીં લેવાની પણ સંમતિ આપી છે. નોંધનીય છે કે આજે કોર્ટ બપોરે 1.30 વાગ્યે આદેશ આપ્યો હતો.
હાઈકોર્ટે શું કહ્યું?
બોમ્બે હાઈકોર્ટે મંગળવારે કહ્યું હતું કે તેણે અભિનેતા અન્નુ કપૂર અભિનીત ફિલ્મ 'હમારે બારહ' જોઈ અને તેમાં એવું કંઈપણ વાંધાજનક લાગ્યું નથી જે કુરાન અથવા મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ હોય અથવા જે હિંસા ભડકતી હોય. બેન્ચે કહ્યું, "આ ફિલ્મ મહિલાઓના ઉત્થાન અને તેમના અવાજ વિશે છે. જો કે, ટ્રેલર ભ્રામક છે...તેના કારણે સમસ્યાઓ ઊભી થઈ છે."
ટ્રેલર અંગે મેકર્સ પર દંડ લાદવામાં આવ્યો છે
સુનાવણી દરમિયાન જસ્ટિસ બીપી કોલાબાવાલા અને ફિરદોશ પૂનીવાલાની ખંડપીઠે એ પણ કહ્યું હતું કે સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ મેળવતા પહેલા ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવા પર 'હમારા બારહ'ના નિર્માતાઓને દંડ કરવામાં આવશે. બોમ્બે હાઈકોર્ટમાં અન્નૂ કપૂરની 'હમારા બારહ'ની રિલીઝ પર રોક લગાવવા અરજી દાખલ કરી હતી. આરોપ છે કે ફિલ્મના ટ્રેલરમાં મુસ્લિમ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. જે બાદ સુપ્રીમ કોર્ટે 'હમારા બારહ'ની રિલીઝ પર રોક લગાવી દીધી હતી અને બોમ્બે હાઈકોર્ટને આ અરજીનો જલ્દી નિકાલ કરવાનો આદેશ આપ્યો હતો.
'હમારા બારહ' ક્યારે રિલીઝ થશે?
તમને જણાવી દઈએ કે અગાઉ ‘હમારે બારહ’ 7મી જૂને રિલીઝ થવાની હતી. બાદમાં આ ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની હતી. પરંતુ કોર્ટના પ્રતિબંધને કારણે તે રિલીઝ થઈ શકી નથી. જોકે હવે આ ફિલ્મને બોમ્બે હાઈકોર્ટમાંથી ક્લીનચીટ મળી ગઈ છે. હવે તેની નવી રિલીઝ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.