VIDEO: મિસ યુનિવર્સ 2023ના મંચ પર Harnaaz Sandhuએ પહેર્યો ખૂબ જ ખાસ ડ્રેસ, સુષ્મિતા સેન-લારા દત્તાને આપ્યું ટ્રીબ્યૂટ
Harnaaz Sandhu On Miss Universe 2023: વર્ષ 2021માં હરનાઝ સંધુ લગભગ બે દાયકા પછી મિસ યુનિવર્સનો ખિતાબ ભારતમાં લઈને આવી હતી. હાલમાં જ સંધુનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Harnaaz Sandhu On Miss Universe 2023: વૈશ્વિક સ્ટાર અને મિસ યુનિવર્સ 2021 વિજેતા હરનાઝ કૌર સંધુએ તાજેતરમાં અમેરિકામાં મિસ યુનિવર્સ 2023 સ્પર્ધામાં હાજરી આપી હતી. સંધુએ આર બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ 2023નો તાજ પહેરાવ્યો હતો. આ દરમિયાન સંધુએ સ્ટેજ પર છેલ્લું વોક કર્યું જેમાં તેણે ખાસ ડ્રેસ પહેર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હરનાઝ સ્ટેજ પર ભાવુક થઈ ગઈ હતી
મિસ યુનિવર્સ 2023ના સ્ટેજ પર ફાઈનલ વોક કરતી વખતે હરનાઝ સંધુ ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. તેણીએ તેના આંસુ રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ રોકી શકી નહોતી. હરનાઝે મિસ યુનિવર્સ તરીકે સ્ટેજ પર વોક કરવા માટે ખૂબ જ અનોખો ગાઉન પહેર્યો હતો. તેને એક સુંદર કાળું ગાઉન પહેર્યું હતું જેના પર બે ભૂતપૂર્વ મિસ યુનિવર્સ ઓફ ઈન્ડિયાની તસવીરો જોવા મળી રહી હતી.
Hold back tears as @HarnaazKaur takes the stage one last time as Miss Universe! #MISSUNIVERSE pic.twitter.com/L0PrH0rzYw
— Miss Universe (@MissUniverse) January 15, 2023
સુષ્મિતા અને લારાને આપવામાં આવ્યું ટ્રીબ્યૂટ
હરનાઝ સંધુ જ્યારે સ્ટેજ પર પહોંચી ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્પર્ધકોએ તેના માટે તાળીઓ પાડી. આ પ્રસંગે સંધુના ગાઉને મોટાભાગની લાઇમલાઇટ લૂટી લીધી હતી. સુષ્મિતા સેનની 1994ની પેજન્ટ-વિનરની મોમેન્ટ આ ગાઉન પર ડિજિટલી ડિઝાઇન કરવામાં આવી હતી. તેની સાથે લારા દત્તાની તસવીર પણ હતી. સંધુની આ સ્ટાઈલ જોઈને ભારતીય દર્શકો પણ તેના દિવાના થઈ ગયા હતા.
Current reigning #MissUniverse Harnaaz Sandhu takes her final walk before crowning her successor. #MissUniverso2022 pic.twitter.com/pkc65Bq0zH
— Lagniappe Live (@lagniappe_live) January 15, 2023
હરનાઝ ઈવેન્ટમાં દર્શકોનું અભિવાદન કરતી જોવા મળી હતી
હરનાઝ સંધુએ સ્ટેજ પર પહોંચીને દર્શકોને નમસ્તેનું અભિવાદન કર્યું અને ફ્લાઈંગ કિસ પણ કરી. ચાલતી વખતે સંધુ લથડતી જોવા મળી હતી પરંતુ ટૂંક સમયમાં તેણે પણ સંતુલન બનાવી લીધું હતું. સંધુનો વીડિયો મિસ યુનિવર્સનાં ઓફિશિયલ એકાઉન્ટ પરથી કેપ્શન સાથે શેર કરવામાં આવ્યો છે. "તમારા આંસુ રોકી લો કારણ કે હરનાઝ કૌર મિસ યુનિવર્સ તરીકે છેલ્લી વખત સ્ટેજ પર વોક કરશે."
While here, #HarnaazSandhu looked totally mindful, aware, lively, emotional and in the moment, literally FEELING every second of it n makin us feel the emotions with her. She greeted the previous MU, and the crown as well.#Indian #MissUniverse #MissUniverse2022 pic.twitter.com/S8Gw02KPhA
— Surbhi Malhotra (@SINGERSURBHI) January 15, 2023
હરનાઝે આર'બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવ્યો
હરનાઝ સ્ટેજ પર ગયા ત્યાં સુધી તેણીની મિસ યુનિવર્સનો પ્રવાસ જણાવવામાં આવ્યો હતો. એટલું જ નહીં હરનાઝે જ યુનાઇટેડ સ્ટેટ્સની આર'બોની ગેબ્રિયલને મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવ્યો હતો. આ ઈવેન્ટમાં વેનેઝુએલાની અમાન્દા ડુડામેલ ફર્સ્ટ રનર અપ અને ડોમિનિકન રિપબ્લિકની એન્ડ્રીયા માર્ટિનેઝ સેકન્ડ રનર અપ રહી હતી.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં હરનાઝ સંધુ લગભગ બે દાયકા પછી મિસ યુનિવર્સનો ખિતાબ ભારત લઈ આવી હતી. સંધુ પહેલા બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેને 1994માં આ ખિતાબ જીત્યો હતો અને તેના પછી 2000માં અભિનેત્રી લારા દત્તાએ આ ખિતાબ મેળવ્યો હતો.