ઋતિક રોશન અને સૈફ અલી ખાન આ કારણે એક સાથે નથી કરી રહ્યા Vikram Vedhaનું પ્રમોશન
ઋતિક રોશન અને સૈફ અલી ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ વિક્રમ વેધા આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. બંને પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે તેઓ કોઈપણ પ્રમોશનલ ઈવેન્ટમાં સાથે જોવા મળતા નથી.
Hrithik Roshan Saif Ali Khan: ઋતિક રોશન અને સૈફ અલી ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ વિક્રમ વેધા આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. બંને પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે તેઓ કોઈપણ પ્રમોશનલ ઈવેન્ટમાં સાથે જોવા મળતા નથી. એટલે કે જ્યારે ઋતિક ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચે છે ત્યારે સૈફ ત્યાં હાજર નથી રહેતો. તો, જ્યારે સૈફ એક ઇવેન્ટમાં ફિલ્મ વિશે વાત કરતા જોવા મળે છે, ત્યારે ઋતિક ગાયબ રહે છે. આ સ્થિતિમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું બંને એક્ટર્સ વચ્ચે કોઈ મતભેદ થયો છે?
જો કે, બોલિવૂડ લાઈફના રિપોર્ટ અનુસાર ઋતિક અને સૈફ વચ્ચે બધુ બરાબર જ છે. પરંતુ માર્કેટિંગ સ્ટ્રેટેજીના કારણે બંને અભિનેતા સાથે મળીને 'વિક્રમ વેધા' ફિલ્મને પ્રમોટ કરી રહ્યાં નથી.
આ કારણે સાથે નથી આવતા ઋતિક અને સૈફઃ
એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં ઋતિક અને સૈફ એકબીજા સામે લડતા જોવા મળશે. આવી સ્થિતિમાં, ફિલ્મના નિર્માતા પ્રમોશન દરમિયાન તેમની ઑફ-સ્ક્રીન મિત્રતા બતાવવા માંગતા નથી. આ જ કારણ છે કે બંને એકસાથે કોઈ પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી રહ્યા નથી.
'વિક્રમ વેધા' 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ઋતિક એક ખતરનાક ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે, જ્યારે સૈફ પોલીસના રોલમાં જોવા મળશે. લોકોને ફિલ્મના ટ્રેલર અને ગીતો ખૂબ પસંદ આવ્યા છે. હવે તેની રિલીઝની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. તે આ જ ટાઇટલ સાથે તમિલમાં બનેલી ફિલ્મની હિન્દી રિમેક છે. મૂળ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં હતા.
ઐશ્વર્યાની ફિલ્મને ટક્કર મળશે
ઋતિક રોશન અને સૈફ અલી ખાનની 'વિક્રમ વેધા'ને બોક્સ ઓફિસ પર જોરદાર ટક્કર મળવાની છે. કારણ કે, મણિરત્નમની 'પોન્નિયન સેલ્વન પાર્ટ વન' પણ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આમાં સાઉથના ઘણા દિગ્ગજ કલાકારોની સાથે ઐશ્વર્યા રાય પણ મહત્વના રોલમાં જોવા મળશે. 'પીએસ-1' એક મેગા બજેટ ફિલ્મ છે જે બે ભાગમાં બનાવવામાં આવશે. તેનો પહેલો ભાગ PS-1 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોએ ખૂબ પસંદ કર્યું છે. પોન્નિયન સેલવનનું આ પુસ્તક પાંચ ભાગમાં છે, તે 1955માં બહાર પડ્યું હતું. તમને જણાવી દઈએ કે પોન્નિયન સેલવનને તમિલ ભાષાની મહાન નવલકથાઓમાંની એક માનવામાં આવે છે. 'પીએસ-1'નું મ્યુઝિક એઆર રહેમાને આપ્યું છે. ફિલ્મના બજેટની વાત કરીએ તો તેને લગભગ 500 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવી છે.