(Source: ECI/ABP News/ABP Majha)
ઋતિક રોશન શા માટે ફિલ્મના શૂટિંગ પહેલાં બાંધે છે કાળો દોરો? જાણો એક્ટિંગ સાથેનું આ કનેક્શન
ઋતિક રોશને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઋતિક રોશન પોતાના કાંડાનો કાળો દોરો કાપી રહ્યો છે.
Significance Of Thread Of Hrithik Roshan: ઋતિક રોશને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં ઋતિક રોશન પોતાના કાંડાનો કાળો દોરો કાપી રહ્યો છે. વીડિયોમાં ઋતિક રોશને બ્લેક શર્ટ અને બ્લુ ટ્રાઉઝર પહેર્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ઋતિક રોશન પોતાના કાંડા પર બાંધેલા કાળા દોરાને કાતર વડે કાપી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ઋતિક રોશનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ વિક્રમ વેધા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. જોરદાર રિવ્યુ મળવા છતાં પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નથી. જોકે, તહેવારોની સિઝનને લઈને આશા રાખી શકાય છે કે ફિલ્મ ગતિ પકડી શકે છે.
દરેક પાત્ર ભજવતાં પહેલાં બાંધું છું કાળો દોરોઃ ઋતિક
ઋતિક રોશને વીડિયો શેર કરતાં સાથે કેપ્શન લખ્યું, "મને ખબર નથી કે મેં આ (કાળો દોરો) ક્યારે બાંધવાનું શરૂ કર્યું. પરંતુ આજે મને સમજાયું કે હું તેને દરેક પાત્ર ભજવતાં પહેલાં બાંધું છું જે મને ડરાવે છે." વિક્રમ વેધામાં, ઋતિક રોશન વેધા નામના ખૂંખાર ગેંગસ્ટરની ભૂમિકા ભજવે છે. વેધાએ અનેક હત્યાઓ કરી છે અને તે વિક્રમ નામના પોલીસ અધિકારીથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મમાં સૈફ અલી ખાન વિક્રમની ભૂમિકામાં છે.
ઋતિક રોશને આગળ લખ્યું કે, આ દોરો ક્યારેક લાલ હોય છે તો ક્યારેક કાળો. અભિનેતાએ લખ્યું કે મને યાદ નથી કે હું કેટલા સમયથી આ બાંધી રહ્યો છું. કહોના પ્યાર હૈ કે પછી કોઈ મીલ ગયા ફિલ્મથી કે પછી એના પછી થી. કારણ કે મેં આ કામ ક્યારેય વિચારીને કર્યું નથી. ઋતિકે લખ્યું છે કે જ્યારે મેં વેધાનો ડ્રેસ પહેર્યો ત્યારે મેં આ દોરો પહેર્યો હતો. આ પહેલાં વૉર ફિલ્મની પહેલાં યોજાયેલી મુહૂર્ત પૂજા દરમિયાન પણ મેં લાલ દોરો બાંધ્યો હતો."
ઋતિક દોરા અંગે સ્પષ્ટતા કરતાં આગળ કહ્યું કે, તે દોરો બાંધે છે કારણ કે તે ફિલ્મનું શૂટિંગ શરૂ કરતા પહેલા તે પોતાની જાતને બનાવેલી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ઋતિકે ઉલ્લેખ કર્યો કે દોરા કાપવાની વિધિ હંમેશા ગૂંચવણભરી રહી છે અને તેણે વેધા પછી પણ આ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કરી શક્યો નહીં. "જ્યારે મેં આખરે કર્યું, ત્યારે મેં મારી જાતને પૂછેલા પ્રશ્નનો સંતોષકારક જવાબ હતો, 'શું મેં આ રોલ માટે મારું સર્વસ્વ આપી દીધું?' 'શું હું વધુ કરી શક્યો હોત?' આ એક એવો પ્રશ્ન છે જે મને ડરાવે છે, મને પ્રેરણા આપે છે અને મને વધુ શોધવાનું ચાલુ રાખવા માટે પ્રેરિત કરે છે."
View this post on Instagram