એક્ટ્રેસ હુમા કુરૈશીની Maharani 3 નું દમદાર ટ્રેલર થયું રિલીઝ
અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ 'મહારાણી 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે સોમવારે 'મહારાણી 3'નું ટ્રેલર રિલીઝ કર્યું.
![એક્ટ્રેસ હુમા કુરૈશીની Maharani 3 નું દમદાર ટ્રેલર થયું રિલીઝ Huma qureshi web series maharani 3 trailer out will release on 7th march એક્ટ્રેસ હુમા કુરૈશીની Maharani 3 નું દમદાર ટ્રેલર થયું રિલીઝ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/19/b001b59cfdfec43db5f0b26b27628b071708346887276290_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Maharani 3 Trailer Out: અભિનેત્રી હુમા કુરેશીની આગામી સિરીઝ 'મહારાણી 3'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મેકર્સે સોમવારે 'મહારાણી 3'નું ટ્રેલર રિલીઝ કર્યું. અભિનેત્રીના જોરદાર કમબેકથી દર્શકો ખૂબ જ ખુશ છે. બે સુપરહિટ સિઝન બાદ હવે દર્શકોમાં ત્રીજી સિઝનનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુભાષ કપૂર દ્વારા નિર્મિત અને સૌરભ ભાવે દ્વારા નિર્દેશિત 'મહારાણી 3' 7 માર્ચે Sony Liv પર પ્રસારિત થશે. અભિનેત્રીના જોરદાર કમબેકથી દર્શકો ખુશ છે.
2.30 મિનિટનું આ ટ્રેલર જેલથી શરૂ થાય છે જ્યાં 'રાની ભારતી' અભિનેત્રી હુમા કુરેશી તેની સજા કાપી રહી છે. જે તેના પતિની હત્યાના કારણે અંદર છે. હુમા ચાર દીવાલોની અંદર રહીને પણ પોતાના વિચારોને મજબૂત બનાવે છે, પરંતુ એક દિવસ શાળાએથી પરત ફરતા તેના બાળકો પર જીવલેણ હુમલો થાય છે અને આ સમાચાર 'રાની ભારતી' સુધી પહોંચે છે. બસ પછી શું 'રાની ભારતી' બહાર નીકળવાનો પ્રયાસ કરે છે ? બહાર આવ્યા બાદ હુમાને રાજકારણમાં કાવતરાનો સામનો કરવો પડે છે.
View this post on Instagram
ટ્રેલરમાં રાની એટલે કે હુમા પણ દમદાર ડાયલોગ્સ બોલતી જોવા મળે છે, જેને સાંભળીને તેના ફેન્સ ખૂબ જ પ્રભાવિત થઈ રહ્યા છે. આમાં હુમા કુરેશી કહે છે, 'બંદૂકનો ઉપયોગ નબળા લોકો કરે છે. બુદ્ધિશાળી લોકો તેમના મગજનો ઉપયોગ કરે છે. આ સિવાય તેમાં બીજા ઘણા જોરદાર ડાયલોગ બોલવામાં આવ્યા છે જેમ કે - 'નયા બિહાર, આસમાન મેં ભરેગા ઉડાન' અને 'ન્યાય હોય કે બદલો... તે એક જ વાત છે'. ટ્રેલરને ચાહકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
'મહારાણી 3'નું નિર્માણ નરેન કુમાર અને ડિમ્પલ ખરબંદાએ કર્યું છે. સુભાષ કપૂર દ્વારા નિર્મિત અને સૌરભ ભાવે દ્વારા નિર્દેશિત 'મહારાણી 3' 7 માર્ચે Sony Liv પર પ્રસારિત થશે. આ સિરીઝમાં હુમા કુરેશી ઉપરાંત અમિત સિયાલ, વિનીત કુમાર, પ્રમોદ પાઠક, કની કુસરીતિ, અનુજા સાઠે, સુશીલ પાંડે, દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય અને સોહમ શાહ જોવા મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)