(Source: ECI/ABP News/ABP Majha)
Ibrahim Ali Khan: એક્ટિંગની જલવો બતાવવા માટે એક વધુ સ્ટારકિડ તૈયાર, ફિલ્મના શૂટિંગ માટે ઈબ્રાહીમ રવાના
સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન જલ્દી જ એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તે ફિલ્મના શૂટિંગ માટે કુલ્લુ-મનાલી જવા રવાના થઈ ગયો છે.
Ibrahim Ali Khan: બોલિવૂડમાં આ સમયે ઘણા સ્ટારકિડ્સ ફિલ્મોમાં પોતાની એક્ટિંગની કૌશલ્ય દેખાડી રહ્યા છે. હવે આ યાદીમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહિમ અલી ખાન જલ્દી જ એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહ્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર તે ફિલ્મના શૂટિંગ માટે કુલ્લુ-મનાલી જવા રવાના થઈ ગયો છે.
સૈફ અલી ખાનનો દીકરો ઈબ્રાહીમ એક્ટિંગ માટે તૈયાર
આ ફિલ્મના નિર્માતા કરણ જોહર છે. ઈબ્રાહિમ ખાન પોતાના બેનર હેઠળની ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન કયોજ ઈરાની કરી રહ્યા છે. આ તેની પણ પ્રથમ ફિલ્મ છે. કયોજ પ્રખ્યાત ફિલ્મ અભિનેતા બોમન ઈરાનીનો પુત્ર છે. હાલમાં જ બોમને પોતાના પુત્રની ફિલ્મની માહિતી પણ સોશિયલ મીડિયા પર આપી હતી. એક તસવીર શેર કરતાં તેણે પોતાના પુત્ર માટે હૃદય સ્પર્શી નોંધ પણ લખી છે.
ફિલ્મના શૂટિંગ માટે ઈબ્રાહીમ થયો રવાના
કયોજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વિશે વાત કરીએ તો, ઇબ્રાહિમ એક સૈનિકની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય કાજોલ અને સાઉથ સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે કાજોલ અને પૃથ્વીરાજ એકબીજાની સામે જોવા મળશે.
ફિલ્મ આતંકવાદ અને સુરક્ષાદળોની આસપાસ વણાયેલી હશે
જ્યારે ઈબ્રાહીમ આર્મીના જવાન તરીકે જોવા મળશે. હાલમાં આ ફિલ્મના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મ કાશ્મીરમાં આતંકવાદ અને સુરક્ષા દળોની આસપાસ વણાયેલી છે.
આ પણ વાંચો: કાર્યક્રમમાં થયેલી મારામારી મામલે Sonu Nigamએ તોડ્યું મૌન, કહ્યું- 'તે વ્યક્તિ જબરજસ્તી...
Sonu Nigam Attacked: ગઈકાલે રાત્રે મુંબઈમાં એક મ્યુઝિક ઈવેન્ટ દરમિયાન ગાયક સોનુ નિગમ અને તેની ટીમ સાથે ઝપાઝપીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઝપાઝપીમાં સોનુના માર્ગદર્શક ગુલામ મુસ્તફા ખાનનો પુત્ર અને તેના નજીકના મિત્ર રબ્બાની ખાન અને તેના બોડીગાર્ડને ઇજા પહોંચી છે. ત્યારે હવે સોનુ નિગમે આ મામલે મૌન તોડ્યું છે.
હુમલા બાદ સોનુ નિગમે શું કહ્યું?
હુમલા બાદ સોનુ નિગમે મીડિયા સાથે વાત કરી અને ખુલાસો કર્યો કે તેણે હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ANIના અહેવાલ અનુસાર સોનુએ કહ્યું, “હું કોન્સર્ટ પછી સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિ સ્વપ્નિલ પ્રકાશ ફતેરપેકરે મને પકડી લીધો. ત્યારબાદ તેણે મને બચાવવા આવેલા હરી અને રબ્બાનીને ધક્કો માર્યો હતો. તે બાદ હું સીડી પર પડી ગયો. મેં ફરિયાદ નોંધાવી છે."
આ મામલે પોલીસે શું કહ્યું?
મુંબઈની જેન હોસ્પિટલમાં સોનુ પોલીસને મળ્યાની તસવીરો અને વીડિયો હવે વાયરલ થઈ રહ્યા છે. બીજી તરફ ઝોન 6ના ડીસીપી હેમરાજ સિંહ રાજપૂતે કહ્યું, “સોનુ નિગમ લાઈવ કોન્સર્ટ પછી સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિએ તેને પકડી લીધો. વાંધો ઉઠાવ્યા બાદ તેણે સોનુ નિગમ અને તેની સાથેના અન્ય બે લોકોને સીડી પરથી ધક્કો માર્યો હતો. જેમાં બે પૈકી એકને ઈજા થઈ હતી. આરોપીનું નામ સ્વપ્નિલ ફાટેરપેકર છે.
એક આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે
પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો ન હતો. તેણે કહ્યું, “સોનુ નિગમ સાથેની વાતચીત મુજબ, આ ઘટના ઈરાદાપૂર્વક કરવામાં ન હતી, તે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. આ પછી સ્વયંસેવકોએ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. એફઆઈઆરમાં ફક્ત એક જ નામ છે, તે માત્ર એક જ કેસ છે જ્યાં સિંગરને આરોપીઓએ તેનો ફોટો પાડવાના ઈરાદાથી પકડ્યો હતો."