Dharmendra Last Movie: અભિનેતા ધર્મેંદ્ર છેલ્લે આ ફિલ્મમાં જોવા મળશે, પોસ્ટ જોઈ ચાહકો થયા ઈમોશનલ
બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું નિધન થયું છે. સમાચાર એજન્સી IANS અનુસાર, તેમણે 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

Dharmendra Death News: બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું નિધન થયું છે. સમાચાર એજન્સી IANS અનુસાર, તેમણે 24 નવેમ્બરના રોજ 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ધર્મેંદ્રના નિધનને લઈ સમગ્ર બોલીવૂડમાં શોકની લહેર છે. તાજેતરમાં, દિગ્ગજ અભિનેતાને શ્વાસ લેવામાં તકલીફને કારણે 12 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ રજા આપવામાં આવી હતી. ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ "ઈક્કિશ" આવતા મહિને રિલીઝ થવાની છે.
ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મનું નામ "ઈક્કિશ" છે. રસપ્રદ વાત એ છે કે, તેમની છેલ્લી ફિલ્મ "ઈક્કિશ"નો ફર્સ્ટ લુક પણ સોમવારે રિલીઝ થયો હતો. અભિનેતાની છેલ્લી ફિલ્મ વિશેની પોસ્ટ જોઈને ચાહકો રડી પડ્યા છે.
ધર્મેન્દ્રનો 'ઈક્કિશ'માંથી ફર્સ્ટ લુક પોસ્ટ જોઈને ચાહકો ભાવુક થઈ ગયા
નિર્માતાઓએ ઇન્સ્ટાગ્રામ પર 'શોલે' અભિનેતાનું નવું પોસ્ટર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, "પિતા પુત્રોનું પાલન-પોષણ કરે છે. મહાપુરુષ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. ધર્મેન્દ્રજી 21 વર્ષના અમર સૈનિકના પિતા તરીકે ભાવનાત્મક શક્તિ છે. એક કાલાતીત દંતકથા આપણને બીજાની વાર્તા કહે છે. 25 ડિસેમ્બર, 2025 ના રોજ દુનિયાભરમાં."
View this post on Instagram
આ લેટેસ્ટ પોસ્ટમાં, ધર્મેંદ્રએ પોતાનો અવાજ આપ્યો છે, જેમાં તેમણે બ્રિગેડિયર એમ.એલ. ખેત્રપાલનું પાત્ર ભજવ્યું છે, અરુણ ખેત્રપાલના પિતા તેમના દિવંગત પુત્રની બહાદુરીને યાદ કરે છે. અભિનેતાને એમ કહેતા સાંભળી શકાય છે કે, "આ મારો મોટો પુત્ર, અરુણ, તે હંમેશા તેમનો રહેશે."
ફિલ્મમાં અગસ્ત્ય નંદા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલનું પાત્ર ભજવે છે, જેમને 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં તેમની અસાધારણ બહાદુરી માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ તેમના ચાહકો માટે ખૂબ જ ખાસ હશે. તેઓ છેલ્લી વખત તેમના ફેવરીટ સ્ટારને મોટા પડદા પર જોઈ શકશે.
ધર્મેંદ્ર લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસો માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા. તેમની ઘરે સારવાર ચાલી રહી હતી અને હવે તેમનું નિધન થયું છે.
ધર્મેન્દ્રની 65 વર્ષની કારકિર્દી
તેમણે 1960 માં ફિલ્મ "દિલ ભી તેરા હમ ભી તેરે" થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ 1961 માં આવેલી ફિલ્મ "બોય ફ્રેન્ડ" માં સહાયક ભૂમિકામાં દેખાયા. ધર્મેન્દ્ર 65 વર્ષ સુધી અભિનયમાં સક્રિય રહ્યા હતા.





















