શોધખોળ કરો

Jawan Box Office Collection Day 1: બોક્સ ઓફિસ પર આવ્યું 'જવાન'નું તોફાન, શાહરૂખની ફિલ્મે ઓપનિંગ ડે પર કરી બંપર કમાણી

Jawan Box Office Collection Day 1: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે

Jawan Box Office Collection Day 1: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ થિયેટર્સમાં રીલિઝ થઇ ગઇ છે. આ ફિલ્મને લઈને લોકોમાં ખૂબ ક્રેઝ છે. ફિલ્મ જોવા માટે દરેક લોકો ઉત્સુક છે. જવાનનું એડવાન્સ બુકિંગ 1લી સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયું હતું અને ત્યારથી જ લોકોએ બુકિંગ શરૂ કરી દીધું હતું. જવાને પ્રથમ દિવસે બંપર કમાણી કરી છે. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન સામે આવ્યું છે. શાહરૂખના જવાને સની દેઓલની ફિલ્મ ગદર 2ના ઓપનિંગ ડેની કમાણીને પાછળ છોડી દીધી છે.

જવાનમાં શાહરૂખ ખાન 5 અલગ-અલગ અવતારમાં જોવા મળ્યો છે. જેના કારણે લોકો તેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તેને હિન્દીની સાથે તમિલ અને તેલુગુ બંને ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. જેના કારણે સાઉથમાં પણ શાહરૂખ ખાનનો જલવો છે.

પહેલા દિવસે કરી આટલી કમાણી

‘જવાને’ પ્રથમ દિવસે બંપર કમાણી કરી છે. હાલમાં પ્રારંભિક આંકડાઓ આવ્યા છે. આ આવક હજુ વધી શકે છે. સૈકનિલ્કના રિપોર્ટ અનુસાર, જવાને તમામ ભાષાઓમાં 75 કરોડથી વધુનું કલેક્શન કર્યું છે. બીજી તરફ જો વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો જવાન 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઇ છે. આ ફિલ્મે લગભગ 120 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

પઠાણનો રેકોર્ડ તૂટ્યો

શાહરૂખ ખાને પોતાની જ ફિલ્મ પઠાણનો રેકોર્ડ તોડ્યો અને પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ. પઠાણે પહેલા દિવસે 57 કરોડનો બિઝનેસ કર્યો હતો જ્યારે જવાને 75 કરોડનું કલેક્શન કર્યું હતું. જવાને સની દેઓલની ગદર 2ને પણ ઘણી પાછળ છોડી દીધી છે.

જવાનની વાત કરીએ તો તેનું દિગ્દર્શન એટલી કુમારે કર્યું છે. ફિલ્મમાં શાહરૂખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા મહત્વના રોલમાં જોવા મળ્યા છે. દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં છે.

એક રિપોર્ટ અનુસાર,  સવારના શો લગભગ હાઉસફુલ છે અને ચાહકો થિયેટર્સમાં ફિલ્મ જોતા જોતા ડાન્સ કરી રહ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ દાવો કરી રહ્યા છે કે ફિલ્મ 'જવાન' પ્રથમ દિવસે બમ્પર કલેક્શન કરી શકે છે. આ બધાની વચ્ચે મેકર્સને મોટો આંચકો લાગ્યો છે. વાસ્તવમાં એક રિપોર્ટ અનુસાર, જવાનની રિલીઝના થોડા કલાકોમાં HD પ્રિન્ટમાં ઓનલાઈન લીક થઈ ગઈ છે.

મોટાભાગના લોકો શાહરૂખ ખાનની ‘જવાન’ને બ્લોકબસ્ટર હિટ ગણાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું- જવાનને લઈને લોકોમાં ખૂબ ક્રેઝ છે. જ્યારે એકે લખ્યું- મેગા બ્લોકબસ્ટર.  

શાહરૂખ ખાનની 'જવાન' ઓનલાઈન લીક થઈ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ જવાન રિલીઝના થોડા જ કલાકોમાં પાયરસીનો શિકાર બની ગઈ છે. આ મૂવી તમિલરોકર્સ, એમપીફોરમુવીઝ, Vegamovies અને Filmyzilla સહિતની ઘણી સાઇટ્સ પર HD પ્રિન્ટમાં મફતમાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. ફિલ્મ લીક થવાથી તેની કમાણી પર અસર થવાની સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સને કરોડોનું નુકસાન થઈ શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Vadodara News । વડોદરાના આજવાના નિમેટા રોડ પર સર્જાયો અકસ્માતBhavnagar News । ભાવનગરમાં અસામાજિક તત્વોનો આંતક યથાવત, વડવા વોશિંગ ઘાટમાં બે શખ્સોએ કરી તોડફોડJunagadh News । જૂનાગઢના વંથલીના રવની ગામે ડબલ મર્ડરથી મચી ગયો ચકચારAmreli News । અમરેલીના લીલીયામાં થયેલ લૂંટનો કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Unseasonal Rain: દાહોદના વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી ખેડૂતોની વધી ચિંતા
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Accident: કચ્છના લાકડીયા-ચિત્રોડ વચ્ચે ગમખ્વાર અકસ્માત, માતા-પુત્રના થયા ઘટના સ્થળે જ મોત
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Mother's Day 2024: પ્યારી મા સાથે જુઓ આ મૂવીઝ અને સીરિઝ, યાદગાર બની જશે દિવસ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Dahod News: હાર્ટ અટેકથી નાયબ ચીટનીશનું મોત, મહેકમ શાખામાં બજાવતા હતા ફરજ
Rishabh Pant: બેંગલુરુ સામેની  મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
Rishabh Pant: બેંગલુરુ સામેની મેચમાં નહી રમી શકે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ઋષભ પંત, જાણો શું છે કારણ?
SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
SBI: 12000 લોકોને નોકરી આપશે SBI, IT પ્રોફેશનલ્સ માટે શાનદાર તક
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
PUC Certificate: પીયુસી સર્ટિફિકેટ બનાવવા કેટલો ખર્ચ થાય છે? જો ન હોય તો ફાટે છે રૂ. 10,000નું ચલણ
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
હોસ્પિટલમાં દાખલ થયા વિના જોઇએ છે ઇન્શ્યોરન્સ ક્લેમ, ખરીદતા સમયે આ ધ્યાન રાખો
Embed widget