(Source: ECI/ABP News/ABP Majha)
Johnny Depp ના ચાહકો માટે ખરાબ સમાચાર, હવે પડદા પર નહી જોવા મળે કેપ્ટન જેક સ્પેરોનો જાદુ!
હોલીવુડ સુપરસ્ટાર જોની ડેપની આઇકોનિક ભૂમિકા કેપ્ટન જેક સ્પેરોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન' ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધી ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે.
Johnny Depp Pirates of the Caribbean: હોલીવુડ સુપરસ્ટાર જોની ડેપની આઇકોનિક ભૂમિકા કેપ્ટન જેક સ્પેરોની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. 'પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન' ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધી ઘણી ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં જોની ડેપે શાનદાર કામ કર્યું છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જોની ડેપની આ ફ્રેન્ચાઈઝીના દરેક લોકો દિવાના છે, પરંતુ હવે તેના ચાહકો માટે ખરાબ સમાચાર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જોની ડેપ કેપ્ટન જેક સ્પેરોની ભૂમિકામાં જોવા મળશે નહીં, કારણ કે પ્રોડક્શન હાઉસ આ ફ્રેન્ચાઇઝીને આગળ વધારવા નથી માંગતા.
આ ફિલ્મમાં જોની ડેપ જોવા મળશે નહીં
નવા અહેવાલ મુજબ, ડિઝનીએ આ ફ્રેન્ચાઇઝીને રીબૂટ કરવાની યોજનાને રદ કરી દીધી છે. અત્યારે આ ફ્રેન્ચાઇઝીઓ હોલ્ડ પર છે અને જોની ડેપ આ સિરીઝની ફિલ્મમાં જોવા મળશે નહીં.
View this post on Instagram
પાંચ ફિલ્મો રિલીઝ થઈ છે
જોની ડેપ વર્ષ 2003માં આ ફ્રેન્ચાઈઝીની પ્રથમ ફિલ્મ ધ કર્સ ઓફ ધ બ્લેક પર્લમાં દેખાયો હતો. આ પછી, 2006 થી 2017 સુધી તેની ચાર સિક્વલ રિલીઝ કરવામાં આવી છે. તાજેતરમાં એવું જાણવા મળ્યું હતું કે જોની ડેપ સામે પત્ની એમ્બર હર્ડના ઘરેલુ હિંસા કેસ પછી 6ઠ્ઠી સિક્વલને રોકી દેવામાં આવી છે. જો કે, ગયા અઠવાડિયે એક નવા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે જોની ડેપે પત્ની એમ્બર હર્ડ સામે માનહાનિનો કેસ જીત્યા બાદ ડિઝનીએ પ્રોજેક્ટને શરુ કરવાનું મન બનાવી લીધું છે.
શા માટે ફ્રેન્ચાઇઝી શરૂ નથી થઈ રહી?
Ace Showbiz એ પ્રોડક્શન હાઉસની નજીકના સ્ત્રોતના આધારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે તેઓ આ અહેવાલને નકારી કાઢે છે કે જોની ડેપ ફરી એકવાર કેપ્ટન જેક સ્પેરોની ભૂમિકામાં જોવા મળશે. જો કે, નવા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્રેન્ચાઈઝી હજુ પણ હોલ્ડ પર હોઈ શકે છે. આ મહિનાની શરૂઆતમાં ડિઝનીએ અભિનેત્રી માર્ગોટ રોબની સીરીઝ રદ કરી હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. ઘણા અહેવાલો કહે છે કે ડિઝની તેની લોકપ્રિય શ્રેણી શરૂ કરતા પહેલા લોકોના અભિપ્રાય લેવા માંગે છે.