શોધખોળ કરો
ટ્રેક્ટર રેલીમાં હોબાળા મુદ્દે કંગના રનૌતનું નિવેદન, ટવિટ કરીને ખેડૂત માટે લખ્યા આવા શબ્દો
કંગના રનૌત દેશમાં બનતી દરેક ઘટના પર પોતાના વિચારો મુક્ત રીતે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરે છે. આજે દિલ્લીમાં ટ્રેક્ટર રેલી પર થયેલી બબાલ મુદ્દે પણ તેમણે તેમના અંદાજમાં જ નિવેદન આપ્યું છે. શું કહ્યું જાણીએ..

26 જાન્યુઆરીએ 2 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂતોને ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી મળી ગઇ હતી,જો કે આ ટ્રેક્ટર રેલી દરમિયાન દિલ્લીની અનેક બોર્ડર પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ થયું. ખેડૂતોએ પહેલા તો શાંતિપૂર્વક ટ્રેક્ટર રેલી યોજવાનો વાયદો કર્યો હતો. પરંતુ રેલી શરૂ થતાંની સાથે જ ખેડૂતો નક્કી કરાયેલા રૂટથી વિરૂદ્ધ દિશામાં ટ્રેક્ટર લઇને નીકળી પડ્યાં જેના કારણે ગણતંત્રના અવસરે રાજધાની દિલ્લીનો માહોલ ખરાબ થયો આ મુદે કંગના ભડકી અને તેમણે સોશિયલ મીડિયા પર ખેડતોને અભણ, ગંવાર કહીને ફટકાર લગાવી છે. શું કહ્યું કંગના રનૌતે? કંગનાએ ટ્વિટ કરીને લખ્યું કે, “જડ બનીને રહી ગયા છે,આ અભણ લોકો, જ્યારે પાડોશમાં કોઇ લગ્ન જેવો સારો પ્રસંગ હોય ત્યારે તેઓ દારૂ પીને બબાલ મચાવે છે અને શરમજનક હરકત કરે છે. બસ આવો જ હાલ થઇ ગયો છે દેશના લોકોનો" કંગનાનું કૃષિ બિલ માટે સમર્થન
કંગના રનૌત પહેલાથી જ નવા કૃષિ કાયદાનું સમર્થન કરી રહી છે. તેમણે આ પહેલા પણ ટવિટ કરીને લખ્યું છે કે,”એ બધા જ લોકોને ગૂડ મોર્નિંગ, જે લોકો નવા કૃષિ કાયદાને સમજે છે. જે લોકો અખંડ ભારતને પ્રેમ કરે છે. જે આ દેશના ટૂંકડા કરવા નથી માંગતા, માત્ર એજ લોકોને ગૂડ મોર્નિગ, જે કૃષિ કાયદાનું સમર્થન કરે છે અને ખેડૂતના હિતરક્ષક છે”झंड बनकर रह गए है, अनपढ़ गँवार मोहल्लों में किसी के घर शादी या कोई अच्छा त्योहार आए तो जलने वाले ताऊ/चाचा/चाची कपड़े धोना या बच्चों को आँगन में शौच करवाना या खटिया लगाके बीच आँगन में शराब पीकर नंगे हो कर सो जाना, वही हाल हो गया है इस गँवार देश का। शर्म कर लो आज #RepublicDay https://t.co/vtsjZAF4eK
— Kangana Ranaut (@KanganaTeam) January 26, 2021
વધુ વાંચો





















