શોધખોળ કરો
Advertisement
જયા બચ્ચનના સપોર્ટમાં ઉતરેલી કઇ એક્ટ્રેસની કંગનાએ 'સૉફ્ટ પૉર્ન સ્ટાર' કહીને મજાક ઉડાવી, જાણો વિગતે
કંગનાએ ઉર્મિલા માતોંડકરના નિવેદનો પર રિએક્શન આપ્યુ છે, તેને કહ્યું ઉર્મિલાએ તેના સંઘર્ષોની મજાક ઉડાવી છે, કંગનાએ ઉર્મિલા માતોંડકરને એક સૉફ્ટ પૉર્ન સ્ટાર ગણાવી છે
મુંબઇઃ એક્ટ્રેસમાંથી નેતા બનેલી ઉર્મિલા માતોંડકરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન બૉલીવુડમાં ડ્રગ્સના વપરાશ અને જયા બચ્ચનને લઇને કૉમેન્ટ કરી, તેને કહ્યું કે, આખા દેશમાં ડ્રગ્સને લઇને ખતરો છે, અને કંગના પણ જાણે છે કે તેનુ ગૃહ રાજ્ય હિમાચાલ પ્રદેશમાંથી જ ડ્રગ્સ નીકળે છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉર્મિલા માતોંડકરે કહ્યું કે, કંગનાને યાદ કરવુ જોઇએ કે જયા બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે સમયે છે, જ્યારે કંગના પૈદા પણ ન હતી થઇ.
હવે કંગનાએ આ મામલે ઉર્મિલા માતોંડકરના નિવેદનો પર રિએક્શન આપ્યુ છે, તેને કહ્યું ઉર્મિલાએ તેના સંઘર્ષોની મજાક ઉડાવી છે, કંગનાએ ઉર્મિલા માતોંડકરને એક સૉફ્ટ પૉર્ન સ્ટાર ગણાવી છે. ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટરવ્યૂમાં જોયુ જેમાં તે તેના વિશે વાત કરી રહી હતી, અને આખા ઇન્ટરવ્યૂમાં તેને ટીજ કરી રહી હતી.
કંગના રનૌતે કહ્યું કે મો બનાવતા, મારા સંઘર્ષોનો મજાક ઉડાવતા અને મને આ તથ્યના આધાર પર હુમલો કરતા કે હુ બીજેપીની ટિકીટ માટે ખુશ કરવાની કોશિશ કરી રહી છું, ઠીક છે, મારા માટે આ જાણવા માટે એક જીનિયસ હોવુ જરૂરી નથી કે ટિકીટ લેવી બહુ જ મુશ્કેલ છે, ઉર્મિલા સૉફ્ટ પૉર્ન સ્ટાર છે.
કંગના રનૌતે ઇન્ટરવ્યૂમા આગળ કહ્યું કે, ઉર્મિલા પણ, તે એક સૉફ્ટ પૉર્ન સ્ટાર છે, મને ખબર છે કે આનાથી બહુજ હલ્લો થવાનો છે, પરંતુ તે નિશ્ચિત રીતે પોતાની એક્ટિંગ માટે નથી ઓળખાતી, તે શેના માટે ઓળખાય છે? સૉફ્ટ પૉર્ન કરવા માટે? જો તેને ટિકીટ મળી શકે છે, તો મને ટિકીટ કેમ નહીં મળે?
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement