અભિનેત્રી કંગના રનૌતનું અકાઉન્ટ સસ્પેન્ડ, પશ્ચિમ બંગાળમાં હિંસા બાદ કર્યું હતું વિવાદિત ટવિટ, લખ્યું હતું કે....
Kangana Ranaut Twitter Account Suspended: કંગના રનોતનું ટવિટર અકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયું છે. ટવિટરે કહ્યું કે, તેમણે આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ આવ્યાં બાદ આ અભિનેત્રીએ કેટલાક વિવાદિત ટવિટ કર્યો હતા.
કંગના રનોતનું ટવિટર અકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયું છે. ટવિટરે કહ્યું કે, તેમણે આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ આવ્યાં બાદ આ અભિનેત્રીએ કેટલાક વિવાદિત ટવિટ કર્યો હતા.
કંગના રનોતનું ટવિટર અકાઉન્ટ સસ્પેન્ડ થઇ ગયું છે. ટવિટરે કહ્યું કે, તેમણે આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણીના પરિણામ આવ્યાં બાદ આ અભિનેત્રીએ કેટલાક વિવાદિત ટવિટ કર્યો હતા. જેને લઇને તેમની સામે કેસ નોંધાયો છે.
કલકતા પોલીસે પશ્ચિમ બંગાળના લોકોની ભાવનાને ઠેંસ પહોચાડી હોવાના આરોપ સાથે કંગના સામે ફરિયાદ નોંધી છે. એડવોકેટ સમિત મિત્રાએ ઇમેલ કરીને કંગના વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. તેમણે કોલકતા પોલીસ કમિશનર સૌમેન મિત્રાને મેલ કર્યો હતો કે, કંગનાએ ટવિટ કરીને પશ્ચિમ બંગાળની જનતા ભાવનાને ઠેંસ પહોંચાડી છે.
કંગનાએ શું લખ્યું?
પશ્ચિમ બંગાળની ચૂંટણી બાદ કંગના રનૌતે ટવિટ કર્યું હતું. ટવિટમાં લખ્યું હતું કે, ‘પશ્ચિમ બંગાળમાં બંગાળી અને રોહિંગ્યા મોટી સંખ્યામાં છે. આથી સ્પષ્ટ થાય છે કે, અહીં હિન્દુની બહુમતી નથી અને ડેટા અનુસાર બંગાળી મુસ્લિમ બેહદ ગરીબ અને વંચિત છે, સારૂં છે બીજું કાશ્મીર બનવા જઇ રહ્યું છે’