આ એક્ટ્રેસે માત્ર 25 વર્ષિયની ઉંમરે તેના ફ્લેટમાં કરી લીધો આપઘાત, જાણો શું લખ્યું હતું સુસાઇડ નોટમાં
માત્ર 25 વર્ષની વયે આ એક્ટ્રેસે અગમ્ય કારણોસર તેના ફ્લેટમાં ગળાફાંસો ખાઇને કરી લીઘો આપઘાત
કન્ન્ડ ટીવી એક્ટ્રેસ સૌજન્યાનું નિધન થઇ ગયું છે. એક્ટ્રેસે તેમની બેંગાલુરૂના Kumbalgodu સ્થિતિ ઘરમાં સુસાઇડ કરી લીધું, મીડિયા રિપોર્ટ મુજબ સૌજન્યાએ તેમના એપાર્ટમેન્ટ ફ્લેટમાં જ ફાંસી લગાવીને જીવન ટૂંકાવી દીધું, પોલીસને 30 સપ્ટેમ્બરે સવારે સૌજન્યનું મૃત શરીર તેમના રૂમમાંથી મળ્યું હતું.સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ સૌજન્યા તેમના ખરાબ સ્વાસ્થ્યના કારણે ખૂબ જ પરેશાન હતી. ઉપરાંત તે ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચાલતી મુશ્કેલીથી પણ પરેશાન હતી. કેટલીક વાતોને તેમણે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.
સુસાઇડ નોટમાં શું લખ્યું હતું?
સૌજન્યના નિધનના સમાચાર સાંભળતાં જ કન્નડ ટીવી ઇન્ડસ્ટ્રી સ્તબ્ધ થઇ ગઇ છે. તેમના પરિવાર, નજીકના મિત્રો અને મનોરંજની દુનિયામાં શોકનું મોજું ફરી વળ્યું છે. સૌજન્યની ઉંમર માત્ર 25 વર્ષની જ હતી. આટલી નાની ઉંમરે જિંદગી ટૂંકાવવી દેવી ખરેખર એક સ્તબ્ધ કરનાર અને વિચારતા કરી દે તેવી ઘટના છે.
સૌજન્યાના ઘર પરથી પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી છે. ત્રણ પાનાની સુસાઇડ નોટમાં સૌજન્યાએ સુસાઇડ નોટમાં માતા પિતાની આ પગલું ભરવા બદલ માફી માંગી છે. તેમણે લખ્યું છે કે, તે આ પગલું ભરવું ન હતી માંગતી પરંતુ હવે આ બધું વધુ સહન કરી શકું તેમ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ સુસાઇડ નોટમાં સપ્ટેમ્બરની ત્રણ ડેટ 27,28, 30 મેન્શન કરાઇ છે એટલે કે ત્રણ દિવસ પહેલા જ તે સુસાઇડનો ગંભીર નિર્ણય લઇ ચૂકી હતી.
સૌજન્યા કોડાગુ જિલ્લાના કુશાલ નગરની નિવાસી હતી પરંતુ કામના કારણે તે બેંગાલુરૂમાં શિફ્ટ થઇ ગઇ હતી. નજીક મિત્રોના જણાવ્યા મુજબ સૌજન્યા તેમના ખરાબ સ્વાસ્થ્ય અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં ચાલતી મુશ્કેલીના કારણે પરેશાન હતી. સૌજન્યા અનેક કન્નડ ટીવી શો અને ફિલ્મો કામ કરી ચૂકી છે.
આ પણ વાંચો
આજે ભારતમાં બે મોટા અભિયાન લોન્ચ કરશે PM મોદી, જાણો આ બે મિશનનો શું છે હેતુ?