શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોતાના સાથી કલાકારોને કોરોના થતાં ગભરાયેલી એક્ટ્રેસે હવે ઘરેથી જ શૂટિંગ કરવાનુ નક્કી કર્યુ, જાણો વિગતે
માહિતી પ્રમાણે, ટીવી શૉ કસૌટી જિન્દગી કી 2ની ટીમના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા છે. રિપોર્ટ બહાર આવ્યા બાદ અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ ગભરાઇ ગઇ છે, અને સમાચાર છે કે તેને હવે ઘરેથી જ શૂટિંગ કરવાની અનુમતી મળી ગઇ છે. આ વાત ખુદ અભિનેત્રી પણ જણાવી છે
મુંબઇઃ કોરોના મહામારી દિવસે દિવસે વધતી જાય છે. છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલા ફિલ્મ અને ટીવી સીરિયલોનુ શૂટિંગ ફરીથી શરૂ થયુ છે. જોકે, શૂટિંગ શરૂ થતાંની સાથે જ કેટલાક કલાકારો કોરોનાની ઝપેટમાં આવી જતાં મેકર્સની સાથે સાથે કલાકારો પણ ગભરાયા છે. સ્ટાર પ્લસની લોકપ્રિય સીરિયલ કસોટી જિન્દગી કી 2ની અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ આજકાલ ખુબ ચર્ચામાં છે, કેમકે એક્ટ્રેસ કોરોનાથી ડરી ગઇ છે, અને તેને હવે ઘરે રહીને જ સીરિયલનુ શૂટિંગ કરવાનુ નક્કી કર્યુ છે.
માહિતી પ્રમાણે, ટીવી શૉ કસૌટી જિન્દગી કી 2ની ટીમના ચાર સભ્યો કોરોના સંક્રમિત થયા છે. રિપોર્ટ બહાર આવ્યા બાદ અભિનેત્રી એરિકા ફર્નાન્ડિઝ ગભરાઇ ગઇ છે, અને સમાચાર છે કે તેને હવે ઘરેથી જ શૂટિંગ કરવાની અનુમતી મળી ગઇ છે. આ વાત ખુદ અભિનેત્રી પણ જણાવી છે.
મીડિયા સાથે વાત કરતા અભિનેત્રી એરિકાએ જણાવ્યુ કે, મારો કોરોના રિપોર્ટ નેગેટિવ છે, પણ મે તે ઘણા સમય પહેલા ટેસ્ટ કરાવ્યો હતો, આવામાં હું થોડી વધુ રાહ જોઇ રહી છું. દસ દિવસ બાદ હું મારો કોરોના ટેસ્ટ ફરી એકવાર કરાવીશ. કોરોના ટેસ્ટનુ પરિણામ જોયા બાદ નક્કી કરીશ કે હું ક્યારે કસૌટી જિન્દગી કી 2ના સેટ પર જઇશ.
અભિનેત્રી એરિકાએ આગળ કહ્યું- કસૌટી જિન્દગી કી 2 શૉ ના નવા એપિસોડ ટીવી પર બતાવવાના શરૂ થઇ ચૂક્યા છે. આ કારણે સીરિયલને હું વચ્ચે છોડી શકતી નથી. મારે ઘરેથી કામ કરવુ પડશે. ઘરમાં એક શૉની શૂટિંગ કરવી મારા માટે એક મલ્ટી ટાસ્ટિંગ ટાસ્ક હશે. નિર્દેશક, મેકઅપ, હેયર, કેમેરામેન અને સાઉન્ડ રેકોર્ડિંગ, મને દરેક વખતે મારો ખ્યાલ રાખવાનો છે, આ કામ એટલુ સરળ નથી.
નોંધનીય છે કે સીરિયલમાં લીડ રૉલ નિભાવવા વાળો એક્ટર પાર્થ સમાથાન પણ થોડાક દિવસો પહેલા કોરોના પૉઝિટીવ નીકળ્યો હતો. સાથે સાથે બીજા કેટલાક કલાકારોને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion